- સિદ્ધાર્થ અને કિયારા અડવાણી આવતી કાલે કરશે લગ્ન
- લગ્નની સેરેમની ગઈકાલથી જ શરુ થઈ ચૂકી છે
બોલિવૂડમાં અનેક કપલ એવા છે જે દર્શકોના જદિલ જીતવામાં સફળ રહ્યા છે, લોકડાઉન બાદ અનેક સેલેબ્સ લગ્નના બંધનમાં પણ બંધાયા છે ત્યારે હવે આ કપલમાં વધુ એક નવું નામ આવતી કાલથી એક થવા જઈ રહ્યું છએ,જી હા કિયારા અડવાણી અને સિદ્ધઆર્થ મલ્હોત્રા આવતી કાલે રાજસ્થાનમાં સાત ફેરા લેવા જઈ રહ્યા છએ આ લગ્નની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી શનિવારે પરિવાર સાથે રાજસ્થાનના જેસલમેર પહોંચ્યા હતા. તે જ સમયે, રવિવારે કપલના નજીકના મિત્રો પણ લગ્નમાં હાજરી આપવા માટે સૂર્યગઢ પેલેસ પહોંચ્યા છે. સિદ-કિયારાના લગ્નની વિધિઓ આજથી શરૂ થશે જો કે પ્રી વેડિંગ સેરેમની ગઈકલ રવિવારથી જ શરુ થઈ ચૂકી છે.
હાલમાં લોકોને સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી મળી છે. તમને જણાવી દઈએ કે કિયારા અને સિદ્ધાર્થના લગ્નમાં ફક્ત તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજરી આપશે.
આ ક્યૂટ કપલના ભવ્ય લગ્ન 7 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં રચાવા જઈ રહ્યા છે. તે જ સમયે, પરિવાર અને મિત્રોની હાજરીમાં ગઈકાલે પ્રિ-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે.
આજ રોજ 6 ફેબ્રુઆરીએ આ કપલની પીઠીની રશમ શરુ થશે,સિદ અને કિયારાની હલ્દી સેરેમની આજે થશે, જેના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિતેલી રાતે આ કપલની સંગીત નાઈટ હતી જેમાં લોકો મન મૂકીને ઝુમ્યા હતા.સિદ-કિયારાના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ગઈકાલે રાત્રે બંનેની સંગીત રાત્રિની તૈયારીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.