Site icon Revoi.in

મહા શિવરાત્રિના દિવસે બાબા કેદારનાથના કપાટ ખોલવાની તારીખ જાહેર કરાશે

Social Share

 

દહેરાદૂન- આવતી કાલે દેશભરમાં મહા શિવરાત્રિનો પ્રવ મનાવવામાં આવનાર છે, ત્યારે શિનભક્તો અત્યારથી જ શિવરાત્રિની તૈયારીમાં જોતરાયા છે, દેશભરમાં શંભૂ મંદિરોમાં અત્યારથી સંપૂર્ણ તૈયારી થઈ રહી છે ત્યારે કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ  પણ આવતી કાલે શીતલકાલીમ બેઠકમાં મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નક્કી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આવતી કાલે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે 1 માર્ચના રોજ સવારે 7 વાગ્યાથી ઓમકારેશ્વર મંદિરમાં વિશેષ પૂજાનો પ્રારંભ કરવામાં આવશે.

આ પ્રસંગે આરાધ્ય દેવતાઓના શૃંગાર અને આરતી બાદ ભોગ ધરાવવામાં પણ  આવશે. આ અવસર સવારે 9.30 વાગ્યે કેદારનાથના રાવલ ભીમાશંકર લિંગની હાજરીમાં, પંચાંગની ગણતરી કર્યા પછી આચાર્યો અને વેદપાઠીઓ દ્વારા કેદારનાથ મંદિરના દરવાજા ખોલવાની તારીખ અને સમયની જાહેરાત કરવામાં આવશે

આ સાથે બાબાના પંચમુખી ફરતા ઉત્સવ વિગ્રહ ડોલીના શિયાળુ બેઠકમાં ઓમકારેશ્વર મંદિરથી પ્રસ્થાનનો દિવસ પણ નક્કી કરવામાં આવશે.શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખે આ સમગ્ર બાબતને લઈને માહિતી આપી હતી કેઓમકારેશ્વર મંદિરમાં તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે દેશભરના શિવભક્તો માટે કેદારનાથ ધામ ખૂબ જ પ્રચલીત છે, લોકોની આ મંદિર પ્રત્યેની અપાર શ્રદ્ધા છે વર્ષ દરમિય.ાન જ્યારે પણ મંદિરના કપાટ ખોલવામાં આવતા હોય છેત્યારે ભક્તોનો અહીં ભારે જમાવડો જોવા મળતો હોય છે.