Site icon Revoi.in

બાબારામદેવની પતંજલિની કોરોનિલ દવાનું મહારાષ્ટ્રમાં નહી થાય વેચાણ-આરોગ્ય સંસ્થાના યોગ્ય પ્રમાણપત્રને લઈને ઉઠ્યા સવાલ

Social Share

દિલ્હી – માત્ર ત્રણ દિવસમાં કોરોનાને માત આપનારી પતંજલિની કોરોનિલ દવા ને મહારાષ્ટ્રમાં વેચવા બાબતે પરવાનગી આપવામાં આવી નથી, ગૃહ મંત્રી અનિલ દેશમુખે મંગળવારે ટિ્‌વટ કર્યું હતું કે વિશ્વ આરોગ્ય સંગઠન અને ભારતીય મેડિકલ એસોસિએશન તથા અન્ય સંબંધિત સક્ષમ આરોગ્ય સંસ્થાઓના યોગ્ય પ્રમાણપત્ર વિના પતંજલિની કોરોનિલ દવાના વેચાણને રાજ્યમાં મંજૂરી આપવામાં આવશે નહીં.

આઇએમએ દ્વારા કોરોનિલ ટેબ્લેટ્સની વિશ્વસનીયતા અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નના સંદર્ભમાં ગૃહ મંત્રી દેશમુખે ટિ્‌વટ કર્યું છે કે આઇએમએએ કોરોનિલની કથાકથિત પરિક્ષણ પર સવાલ ઉઠાવ્યા છે અને ડબ્લ્યુએચઓએ પતંજલિ આયુર્વેદને કોવિડ માટેની કોઈપણ પ્રકારની સારવાર મંજૂરી આપવાની ના પાડી દીધી છે. આવી સ્થિતિમાં કોઈ પણ દવાને ઉપલબ્ધ કરાવવી અને બે વરિષ્ટ કેન્દ્રીય મંત્રીઓ દ્રારા તેની સરહારાના કરવી યોગ્ય નથી

આ પહેલા ડબ્લ્યુએચઓએ પણ આ બાબતે સ્પષ્ટ કર્યું છે કે કોવિડ -19 ની સારવાર તરીકે કોઈ પરંપરાગત દવાને મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે યોગગુરુ બાબા રામદેવે આ દવાના લોન્ચિંગ સમયે કહ્યું હતું હતું કે ડબ્લ્યુએચઓની પ્રમાણપત્ર યોજના હેઠળ કોરોનિલ ટેબલેટને આયુષ મંત્રાલય તરફથી કોવિડ -19 ની સારવારમાં સહાયક દવા તરીકેનું પ્રમાણપત્ર મળ્યું છે.

ડબલ્યૂેચઓએ આપીકોરોનિલ દવાની ટ્વિટ પર સફાઈ

પતંજલિના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ ટ્વિટ કરીને સફાઈ આપી છે કે, કોરોનિલ માટેનું અમારું ડબ્લ્યુએચઓ જીએમપી સુસંગત સીઓપીપી પ્રમાણપત્ર ભારત સરકારના ડીજીસીઆઈ દ્વારા જારી કરવામાં આવ્યું છે. તે સ્પષ્ટ છે કે ડબ્લ્યુએચઓ તરફથી કોઈપણ દવાને મંજૂરી આપતું નથી. ડબ્લ્યુએચઓ વિશ્વના આરોગ્યને સ્વસ્થ્ બનાવવા મામલે કાર્ય કરે છે.

સાહિન-