Site icon Revoi.in

અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ વરસી પર હાઈ એલર્ટ, મથુરામાં કડક સુરક્ષા બંદોબસ્ત, ડ્રોનથી ચાપંતી નજર

Social Share

લખનૌઃ- આજે 6 ડિસેમ્દિબર એટલે કે  વર્ષ 1992માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી તે દિવસ, આજના દિવસે  બાબરી મસ્જિદ વિધ્વંસની વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

પ્ઉરાપ્ત્તત વિગત પ્રરમાણે   અયોધ્યામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ મથુરામાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કડક સુરક્ષા વચ્ચે ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અખિલ ભારત હિંદુ મહાસભા દ્વારા મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન અને શાહી ઈદગાહ મસ્જિદ મેદાનમાં શ્રીકૃષ્ણ જલાભિષેક અને હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાતને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. હનુમાન ચાલીસા વાંચવાની મંજૂરી માંગી છે. તેને જોતા મથુરા પ્રશાસને જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે. આ અંતર્ગત સભા, ધરણાં કે કોઈપણ પ્રદર્શન માટે પાંચથી વધુ લોકોને એક જગ્યાએ એકઠા થવાની મંજૂરી નથી.

આ એવો વિસ્તાર છે જે  મિશ્ર વસ્તી ધરાવે છે અહી ગુપ્તચર માહિતી પણ સક્રિય છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન અને ઇદગાહ તરફ વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વિવિધ સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. આજરોજ મંગળવારે સવારથી પોલીસ દરેક વાહનોની તપાસ કરી રહી છે. આ પહેલા સોમવારે પોલીસ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરતા રહ્યા હતા. પોલીસે ફૂટ માર્ચ પણ યોજી હતી.