- વાયુસેનાએ જાહેર કર્યો એરસ્ટ્રાઈક પર વીડિયો
- એરસ્ટ્રાઈક પર વાયુસેનાનો પ્રમોશનલ વીડિયો
- બાલાકોટમાં આતંકી અડ્ડા પર વરસાવ્યા હતા બોમ્બ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જ્યારે આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો પર હુમલો કર્યો હતો. ત્યારે આખા દેશમાં આક્રોશ હતો. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી હતી. આ એરસ્ટ્રાઈકમાં વાયુસેનાએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. હવે શુક્રવારે વાયુસેના તરફથી આ એરસ્ટ્રાઈકનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં એરસ્ટ્રાઈકની સમગ્ર પ્રક્રિયાને દર્શાવવામાં આવી છે.
વીડિયોમાં શું દર્શાવવામાં આવ્યું છે?
વાયુસેના દ્વારા આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે પુલવામા આતંકવાદી હુમલા બાદ દેશમાં પાકિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ આક્રોશ હતો. તેના પછી વાયુસેનાએ બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરવાની યોજના બનાવી હતી. વીડિયો પ્રમાણે, વાયુસેનાના યુદ્ધવિમાનોએ પાકિસ્તાનમાં ધમધમી રહેલા આતંકી અડ્ડાઓને નિશાન બનાવ્યા અને તેને તબાહ કર્યા હતા.
વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે બાલાકોટમાં એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને આગામી દિવસે એટલે કે 27 ફેબ્રુઆરી-2019ના રોજ ભારતીય વાયુક્ષેત્રમાં ઘૂસવાની કોશિશ કરી હતી. પરંતુ ભારતીય વાયુસેનાના જવાનોએ તેમને ખદેડીને બહાર કર્યા હતા.