- અવિકા ગોરનો આજે 24 મો જન્મદિવસ
- બાલિકા વધુની આનંદી બની લોકોનું જીત્યું દિલ
- આ શો થી થઇ ઘરે-ઘરે જાણીતી
મુંબઈ : બાલિકા વધુની આનંદી બની અવિકા ગોરે સૌનું દિલ જીતી લીધું. પ્રેક્ષકો તરફથી અવિકાને ઘણો પ્રેમ મળ્યો. આ શોથી તે ઘરે ઘરે જાણીતી બની. બાલિક વધુની નાનકડી આનંદી હવે મોટી થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવતી રહેતી હોય છે. અવિકા આજે તેનો 24 મો જન્મદિવસ મનાવી રહી છે. તેનો જન્મ 30 જૂન 1997 માં મુંબઇમાં થયો હતો.
અવિકા ગોરે ‘સસુરાલ સિમર કા’માં પણ પત્નીની ભૂમિકા નિભાવી હતી. આ શોમાં અવિકા મનીષ રાયસિઘનની સાથે જોવા મળી હતી. ચાહકોને સ્ક્રીન પર તેમની કેમિસ્ટ્રી એટલી પસંદ આવી કે લોકોએ વિચારવાનું શરૂ કર્યું કે ખરેખર તેમને કોઈ અફેર છે. જોકે અવિકા અને મનીષ આ મામલે ઘણી વાર સ્પષ્ટતા આપી ચૂક્યા છે.
અવિકાના જન્મદિવસ પર જો તેની વેટ જર્નીની વાત કરવામાં આવે તો ગત વર્ષે અવિકાએ 13 કિલો વજન ઘટાડ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર તેમના વેટ લોસ ટ્રાન્સફોર્મેશનની તસવીરો શેર કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. તેણે સાડીમાં તસવીરો શેર કરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અવિકાનો મ્યુઝિક વીડિયો દિલ કો મેરે હાલમાં જ રીલીઝ થયો હતો. જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો. આ ગીત સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયું હતું.