દહેરાદૂન: ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાના દૂરવર્તી મુનાકોટ બ્લોકના જાખપંત ગામમાં એક બલૂન મળી આવ્યું છે અને તેમાં ચીની ભાષામાં કંઈક લખેલું હોય તેવું ડિવાઈસ મળ્યું છે. આ ડિવાઈસમાં લાંબા તાર, એન્ટિના અને ચાર્જર પણ લાગેલા છે. આ બલૂનના મળવાના સમાચાર ગ્રામ પ્રધાન પોલીસ અધિકારીઓને આપ્યા. ઘટનાસ્થળે પહોંચેલા જાજરદેવલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રકાશચંદ્ર પાંડેએ બલૂનને કબજામાં લઈને તપાસ શરૂ કરી છે.
પિથૌરાગઢના એસપી લોકેશ્વર સિંહે કહ્યુ છે કે સામાન્ય રીતે આવું બલૂન હવામાનનો અભ્યાસ કરવા માટે છોડવામાં આવે છે. તેમ છતાં પણ અમારા તેની સાથે જોડાયેલા ઉપકરણોને સુરક્ષા એજન્સીઓની પાસે તપાસ માટે મોકલ્યા છે.
મહત્વપૂર્ણ છે કે હિમાલય ક્ષેત્રમાં આવા બલૂન પહેલા પણ મળી ચુક્યા છે. કેટલાક લોકો તેને ચીનના જાસૂસી બલૂન પણ કહે છે. આ વખતે આ બલૂન નેપાળ બોર્ડર નજીક જંગલમાં પડેલું મળ્યું છે.