અમદાવાદઃ શહેરમાં ચાર રસ્તાઓ પર ભીક્ષા માગતા ગરીબ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની નગર શિક્ષણ સમિતિ દ્વારા સરકારના સહયોગથી સિગ્નલ સ્કૂલ બસ શરૂ કરવામાં આવી હતી. તેને મળેલી સફલતા બાદ હવે ગરીબ પરિવારના નાના બાળકો માટે બાળવાટિકા સ્કૂલ બસ શરૂ કરવામાં આવી છે. બાળવાટિકા સ્કૂલ બસ સ્લમ વિસ્તારોમાં જઈને ગરીબ પરિવારોના નાના ભૂલકાંઓને શિક્ષણ આપશે. બાળવાટિકા સ્કૂલબસ રંગબેરંગી પુસ્તકો, નોટબુક, રમકડાં, TV સેટ, બ્લેક બોર્ડ અને પાણીની સુવિધાથી સ્કૂલ બસ સજ્જ હશે. હાલ બાલવાટિકા સ્કૂલબસ શહેરના સાબરમતી વિસ્તારમાં પ્રાયેગિક ધોરણે શરૂ કરાશે. અને સફળતા મળશે તે અન્ય સ્લમ વિસ્તારોમાં પણ બાલવાટિકા સ્કૂલ બસ સૂ કરાશે
શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન અને શિક્ષણ વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. આ બંનેના સહિયારા પ્રયાસથી ગરીબ બાળકો માટે નવી બાલવાટિકા બસ શરૂ કરાઇ છે. આ બસનો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ તેમજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જજ બીરેન વૈષ્ણવે શુભારંભ કરાવ્યો હતો. ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, AMC અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો સૌ પ્રથમવાર વિશિષ્ટ પહેલથી ગરીબ બાળકો અભ્યાસ કરીને આગળ વધવાનું પ્લેટફોર્મ પૂરું પડાશે. સિગ્નલ સ્કૂલ અંતર્ગત હવે બાલવાટિકા બસનો પ્રારંભ એ ગરીબ બાળકો માટે શિક્ષણનો માર્ગ અપનાવ્યો છે. 6 વર્ષથી નાની ઉમરના ગરીબ બાળકો માટે બાલવાટિકા શરૂ કરાઈ છે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં હવે સિગ્નલ સ્કૂલબસ સાથે ગરીબ બાળકો બાલવટિકા સ્કૂલ બસ શરૂ કરવામાં આવી છે. બાલવાટિકા સ્કૂલબસ બાળકો માટે રંગબેરંગી પુસ્તકો, નોટબુક, રમકડાં, TV સેટ, બ્લેક બોર્ડ અને પાણીની સુવિધાથી સ્કૂલ બસ સજ્જ રખાઈ છે. આ બસ અમદાવાદના સાબરમતી વિસ્તારથી શરૂ થશે આગામી દિવસમાં વધુ બસ મુકવાનો નિર્ણય કરાશે.