Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં હાઈ ડેસિબલ લગ્નોને લઈને સુપ્રિમ કોર્ટના આદેશ બાદ બેન્ડ-બાજા પર પ્રતિબંધ

Social Share

લખનૌઃ- હાલ લગ્નગાળો શરુ થઈ ગયો ચે ત્યારે ઉત્તરપ્રદેશમાં હવે લગ્નમાં જાન અને બેન્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે,અહી હાઈ જેસિબલ અવાજ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે,જો કે એક દલીલ એવી પણ કરવામાં આવી છે કે લગ્નનામં સંગીત અને બેન્ડ વગર રોનક કઈ રીતે હોઈ શકે, ત્યારે બાદ પણ કોર્ટના આદેશનું પાલન કરાયું છે

વિગત અનુસાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ઉત્તર પ્રદેશ સરકારે લાઉડસ્પીકર અને ઉચ્ચ ડેસિબલ અવાજો પર સખત પ્રતિબંધ લાદ્યો હતો.આ સાથે જ હવેથી ઉત્તરપ્રદેશમાં હાઇ ડેસિબલ મ્યુઝિક વગાડવા અથવા લગ્નો અથવા અન્ય ફંક્શનમાં ડીજે લેવા માટે, વ્યક્તિએ નિયુક્ત મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી પડશે, પછી સ્થાનિક પોલીસ સ્ટેશન અને ત્યાંથી ટ્રાફિક પોલીસ પાસે ફોર્મ લઈ જવું પડશે. ફોર્મ મેજિસ્ટ્રેટ પાસે પાછું લઈ જવાનું રહેશે, જે મંજૂરીની અંતિમ મહોર લગાવશે.

જો કે આ લગ્ન કરનારાઓ માટે ચોંકવાનારી બાબતે છે કારણ કે જો પરવાનગીપી પ્રક્રિયા લગ્ન દિવસ કરતા પહેલા પૂર્મ નથી થતી તો તેઓ પોતાની જાનમાં બેન્ડ બાજા વગાડી શકતા નથી ,કેટલાક લોકો આ બબાતે હાલાકી પણ ભોગવી રહ્યા છે.

એક અંદાજ મુજબ માત્ર  લખનૌમાં દરરોજ 1,000 થી 1,500 લગ્નો થઈ રહ્યા છે. પંડિત સંદીપ તિવારીએ કહ્યું, “આ એટલા માટે છે કારણ કે રોગચાળા દરમિયાન ઘણા લગ્નો રદ કરવામાં આવ્યા હતા અને તેથી ત્યાં એક મોટો બેકલોગ છે. લોકોને સ્થળ નથી મળી રહ્યું અને લગ્ન શહેરથી 20 કિલોમીટરની આસપાસ ફાર્મહાઉસમાં થઈ રહ્યા છે.”આવી સ્થિતિમાં હવે જો બેન્ડ ન મળવાની પણ સમસ્યા સર્જાઈ રહી છે,લગ્નોની સંખ્યા વધુ છે સામેથી કોર્ટનો પ્રતિબંધ હોવાથી તેના માટે મંજૂરીની લેવી જરુરી છે.