1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દીવના તમામ બીચ પર 31મી ઓગસ્ટ સુધી નહાવા પર પ્રતિબંધ મુકાયો,કલેકટરનું જાહેરનામું
દીવના તમામ બીચ પર 31મી ઓગસ્ટ સુધી નહાવા પર પ્રતિબંધ મુકાયો,કલેકટરનું જાહેરનામું

દીવના તમામ બીચ પર 31મી ઓગસ્ટ સુધી નહાવા પર પ્રતિબંધ મુકાયો,કલેકટરનું જાહેરનામું

0
Social Share

ઊના:  ગુજરાતી પ્રવાસીઓ માટે દીવના બીચ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેમાં પણ દારૂ પર પ્રતિબંધ ન હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો આ સ્થળોએ જવાનું પસંદ કરતા હોય છે. હાલ સૌરાષ્ટ્રના દરિયામાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અને ત્રણ મહિના એટલે કે ઓગસ્ટના અંત સુધી દરિયો તોફાની બનશે તેમજ દરિયાના મોજામાં વધુ કરંટ જોવા મળશે. આથી તા. 31મી ઓગસ્ટ સુધી દીવના તમામ બીચ પર પ્રવાસીઓને દરિયામાં નહાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

દીવના તમામ બીચો તેમજ દરિયામાં નાહવા પર પર્યાટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર ફોરમન બ્રહ્મા દ્વારા 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચ પર તેમજ દરિયામાં નહાવા પર પર્યાટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટકે કે પ્રવાસીઓ દીવના દરિયા કિનારે જઈને ફરી તો શકશે, પણ દરિયામાં નહાવા જઈ નહિ શકે. જો પ્રવાસીઓ બીચ પર સમુદ્રમાં નહાવા માટે જશે તો  દીવ પોલીસ દ્વારા કલમ 144 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અને જરૂર પડશે તો પોલીસ એફઆઈઆર દાખલ કરી શકે છે. કાયદાનું ઉલ્લઘન કરનારા સામે IPC 188 અને 291 ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતમા હવે ચોમાસાના આગમનને પખવાડિયાનો સમય બાકી રહ્યો છે. અને સમુદ્રમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે.ઓગસ્ટના અંત સુધી દરિયો તોફાની બનશે.  દરિયામાં કરંટનુ પ્રમાણ વધતા મોજા પણ ઉંચે ઉછળે છે. આવામાં મુસાફરોના જિંદગી પર ખતરો રહે છે. પ્રવાસીઓના જીવને ખતરો ન રહે તો માટે આ આદેશ કરાયો છે. હાલ આ જાહેરનામાને પગલે દીવના દરિયે પોલીસ ગોઠવી દેવામાં આવી છે. દરિયા કિનારે તૈનાત પોલીસ કર્મચારીઓ દ્વારા પર્યાટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવવામાં આવી રહ્યા છે. જો કોઈ પણ પ્રવાસ કોઈ પણ બીચના ખૂણે પણ ન્હાતો દેખાશે તો પણ તેને પકડી લેવામાં આવશે. તેથી દીવમાં ફરવા જતા લોકો આ બાબતનું ખાસ ધ્યાન રાખવા જણાવાયુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code