રાજધાની દિલ્હીમાં આ દિવાળીએ પણ ફટાકડા ફોડવા, વેચાવા પર રહેશે પ્રતિબંધ- પર્યાવરણ મંત્રીએ ટ્વિટ કરીને કરી જાહેરાત
- રાજધાની દિલ્હીમાં આ દિવાળીએ પણ નહી ફૂટે ફટાકડા
- પ્રયાવરણ મંત્રી ગોપાલ રાયે ફટાકડા પર પ્રતિબંધનું કર્યું એલાન
દિલ્હીઃ- દેશભરમાં દિવાળીનો પર્વ ખૂબજ ધૂમધામથી મનાવવામાં આવતો હોય છે, જો કે પર્યાવરણની દ્રષ્ટીએ ફટાકડા ફોડવા હાનિકારક સાબિત થાય છે, લોકોના સ્વાસ્થ માટે ફટાકડાના ઘુમાડો તો હાનિકારક છે જ સાથે પર્યાવણ પણ તેનાથી પ્રદુષિત બને છે,આ તમામ વાતોને ધ્યાનમાં લઈને છેલ્લા ઘણા સમયથી કેટલાક પ્રુદષણ યુક્ત શહેરોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે દેશની રાજધાની દિલ્હીમાં આ દિવાળીએ પણ ફટાકડા નહી ફોડી શકાય.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે દિલ્હીના પ્રયાવરણમંત્રી ગોપાલ રાયે દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધનું એલાન કર્યું છે.આમ આદમી પાર્ટીની સરકારમાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આજરોજ બુધવારે સવારે આ અંગેની જાહેરાત કરી હતી.
પર્યાવરણ મંત્રીએ આ બાબતે એક ટ્વીટ કર્યું છે અને તેમણે લખ્યું છે કે, ‘દિલ્હીના લોકોને પ્રદૂષણથી બચાવવા માટે, વિતેલા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળઈ પર તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યું છે, જેથી લોકોનો જીવ બચી શકે.
આ સાથે તેમણે લખ્યું કે, ‘આ વખતે દિલ્હીમાં ફટાકડાના ઓનલાઈન વેચાણ/ડિલિવરી પર પણ પ્રતિબંધ રેહેશ. આ પ્રતિબંધ 1 જાન્યુઆરી, 2023 સુધી અમલમાં રહેશે. પ્રતિબંધના કડક અમલ માટે દિલ્હી પોલીસ, DPCC અને મહેસૂલ વિભાગ સાથે એક એક્શન પ્લાન તૈયાર કરશે.
ઉલ્લેખનીય છે કે , દિલ્હી પ્રદુષણને લઈને હંમેળશા મોખરે રહે છે ત્યારે આવી સ્થિતિમાં પ્રદુષણને નિયંત્રણમાં લાવવા માટે દિલ્હી સરકાર આ પ્રકારના પગલા લઈ રહી છે,દિલ્હીની વ્સતી પ્રમાણે જો ફટાડકા ફોડવામાં આવે તો પ્રદુષણમાં સામાન્ય દિવસ કરતા 2 થી 4 ગણો વધારો થઈ શકે છે.દિલ્હીમાં પ્રદુષણને અટકાવવા અનેક પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.