1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મતદાન બુથ પર મોબાઈલફોન લઈ જવા પર પ્રતિબંધ, ઓળખ માટે 12 પ્રકારના ડોક્યુમેન્ટ માન્ય રહેશે
મતદાન બુથ પર મોબાઈલફોન લઈ જવા પર પ્રતિબંધ, ઓળખ માટે 12 પ્રકારના ડોક્યુમેન્ટ માન્ય રહેશે

મતદાન બુથ પર મોબાઈલફોન લઈ જવા પર પ્રતિબંધ, ઓળખ માટે 12 પ્રકારના ડોક્યુમેન્ટ માન્ય રહેશે

0
Social Share

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં આવતીકાલ તા. 5 મી ડિસેમ્બરને સોમવારે મતદાન યોજાશે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં. વોટર ઇન્ફોર્મેશન સ્લીપ એટલે કે મતદાર કાપલી માત્ર મતદાન બુથની જાણકારી માટે છે, એ કાપલી મતદાન કરવા માટેના ઓળખ દસ્તાવેજ તરીકે માન્ય રહેશે નહીં.

મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે, આવતી કાલે તા. 5 મી ડિસેમ્બરે યોજાનારી બીજા તબક્કની ચૂંટણીમાં મતદાનનો સમય સવારે 8:00 વાગ્યા થી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે. પ્રથમ તબક્કાના મતદાન વખતે કેટલાક વિસ્તારોમાં મતદાન માટેના સમયગાળા બાબતે મતદારોમાં દ્વિધા હતી. આવું ન થાય અને દરેક જાગૃત નાગરિક સમયસર મતદાન કરી શકે એ માટે સૌએ ખાસ નોંધ લેવાની આવશ્યકતા છે કે, મતદાનનો સમયગાળો સવારે 8:00 થી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે.

તેમણે ઉમેર્યું હતું કે,  મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે, એટલે મોબાઈલ ફોનમાં સાચવેલા ઓળખ દસ્તાવેજો મતદાન મથકમાં ફરજ પર રહેલા અધિકારીઓ-કર્મચારીઓને દર્શાવવા સંભવ બની શકશે નહીં. મતદારોએ આ માટે જરૂરી ઓળખ પુરાવા પોતાની સાથે લઈને જવા પડશે. પ્રથમ તબક્કા દરમિયાન ચૂંટણી તંત્રના જાણમાં આવ્યું છે કે, કેટલાક મતદારો પોતાને મળેલી વોટર ઇન્ફોર્મેશન સ્લીપ ઓળખ દસ્તાવેજ તરીકે સાથે લઈને મતદાન કરવા ગયા હતા. વોટર ઇન્ફોર્મેશન સ્લીપ મતદારોના બુથની જાણકારી માટે છે. તે ઓળખ દસ્તાવેજ નથી.

મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ તમામ મતદારોને અપીલ કરતાં કહ્યું હતું કે, દરેક મતદારો પોતાની સાથે મતદાર ફોટો ઓળખપત્ર, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટં કે અન્ય 12 પ્રકારના માન્ય ઓળખ દસ્તાવેજમાંથી કોઈપણ એક ઓળખ દસ્તાવેજ પોતાની સાથે રાખીને સરળતાથી મતદાન કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code