Site icon Revoi.in

રાજધાનીમાં વધતા પ્રદુષણને લઈને ફરીથી  ડીઝલ વાહનો પર પ્રતિબંધ – ગ્રેપ 3 લાગૂ

Social Share

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે અહી 4 થઈ 5 ડિગ્રી તાપમાન નોંધાતા જાણે લોકોને ઘરની બહાર નીકળતા પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ સાથે જ પ્રદુષણ પણ વધતુ જોવા મળી રહ્યું છે.દિલ્હીમાં જેમ જેમ શિયાળો વધી રહ્યો છે તેમ તેમ દિલ્હીમાં પ્રદૂષણ પણ ઝડપથી વધી રહ્યું છે. 

હવામાનમાં આવેલા ફેરફાર અને પ્રદૂષણના સ્તરમાં વધારા બાદ ફરી એકવાર GRAP-3 લાગુ કરવામાં આવ્યો છે. એર ક્વોલિટી ઈન્ડેક્ષ માં વધારાને ધ્યાનમાં રાખીને, CAQM એ દિલ્હી-NCRમાં GRAP-3 નિયંત્રણો ફરીથી લાદવાનું નક્કી કર્યું છે.CAQM આદેશ મુજબ, બિન-આવશ્યક બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવશે.

દિલ્હીના આયાનગરમાં સામાન્ય રીતે તાપમાન ઓછું રહે છે. ત્યાં આજે લઘુત્તમ તાપમાન 1.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય સફદરજંગનું લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં  હાલમાં જ GRAP-3ને હટાવી દેવામાં આવ્યો હતો પરંતુ ફરી એકવાર પ્રદૂષણે જોર પકડ્યું છે. જેના કારણે હવે સરકારે ફરી એકવાર અહીં GRAP 3ના નિયંત્રણો લાગુ કર્યા છે.

ગ્રેપ 3 હેઠળ, ડીઝલ વાહનો પર નિયંત્રણો લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં GRAP3 પર પ્રતિબંધ ડીઝલ વાહન ચાલકો માટે નવી મુશ્કેલી લાવશે.ગ્રેપ 3 ની જોગવાઈઓને કારણે, રાજ્યમાં બાંધકામના કાર્યો પર પ્રતિબંધ રહેશે. આવી સ્થિતિમાં ખાસ વાત એ છે કે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઠંડી ઝડપથી વધી છે. નવા વર્ષ પછી સૂર્યને જોવો મુશ્કેલ બની ગયો છે. જેના કારણે પ્રશાસને શાળાઓ પણ બંધ કરી દીધી છે.