Site icon Revoi.in

ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવ્યો

Social Share

દિલ્લી: અમેરિકી સંસદમાં થયેલ હિંસાના કેસમાં સોશિયલ મીડિયા કંપનીઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે કડક પગલા લીધા છે. ટ્રમ્પના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ અનિશ્ચિત સમય માટે લંબાવામાં આવ્યો છે.

ટ્વિટરે ટ્રમ્પના હેન્ડલને તેના કેટલાક ટ્વિટને ડિલીટ કરવાની સાથે 12 કલાક માટે સસ્પેન્ડ કર્યું હતું. ટ્વિટરના આ પગલા પછી, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પણ તેના પર 24 કલાક માટે પ્રતિબંધિત છે. ત્યારબાદ તેને વધારવામાં આવ્યું છે.

સંસદના સંયુક્ત સત્રની શરૂઆત પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ ચૂંટણીમાં હાર સ્વીકારશે નહીં. તેમણે આરોપ લગાવ્યો કે, તેમાં છેતરપિંડી કરવામાં આવી છે. અને આ છેતરપિંડી તેના ડેમોક્રેટિક હરીફ જો બાઇડેન માટે કરવામાં આવી.જે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ છે.

ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીમાં તેમના હજારો સમર્થકોને સંબોધન કરતા કહ્યું હતું કે, “જ્યારે છેતરપિંડી થઇ હોય ત્યારે તમારે તમારી હાર સ્વીકારવી ન જોઈએ.” એક કલાકથી વધુ સમય સુધી પોતાના ભાષણમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે, આ ચૂંટણીમાં તેમણે ભવ્ય વિજય મેળવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસના પૂર્વ સ્ટાફના પ્રમુખ મિક મુલવનેએ જાહેરાત કરી હતી કે, તેઓ રાષ્ટ્રપતિના સમર્થકો દ્વારા ભીડની હિંસાના વિરોધ કરવા માટે રાજદ્વારી પદ છોડી દીધું છે.

-દેવાંશી