દિલ્હી : ઈટાલીની સરકારે વિદેશી ભાષાને લઈને મોટો નિર્ણય લીધો છે. આ માટે તેમણે દેશમાં અલગ કાયદો લાવી દીધો છે. આ અંતર્ગત ઈટાલીના લોકો તેમના દેશમાં અંગ્રેજી કે અન્ય કોઈ ભાષાનો ઉપયોગ કરી શકશે નહીં. આમ કરવા બદલ, તેમને દંડ કરવામાં આવશે. આ કાયદો ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પાર્ટીના બ્રધર્સ દ્વારા લાવવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ, કોઈપણ ઈટાલિયન નાગરિક કે જેઓ તેમના સત્તાવાર સંદેશાવ્યવહાર દરમિયાન અંગ્રેજી અથવા અન્ય કોઈપણ વિદેશી ભાષાનો ઉપયોગ કરે છે તેને 100,000 યુરો (89,33,458 લાખ) નો દંડ ચૂકવવો પડશે.
આ કાયદો ફેબિયો રેમ્પેલી દ્વારા ઇટાલિયન ચેમ્બર ઑફ ડેપ્યુટીઝ (લોઅર હાઉસ)માં રજૂ કરવામાં આવ્યો હતો. તેને વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ટેકો આપ્યો હતો. કાયદાની રજૂઆત કરતાં તેમણે જણાવ્યું હતું કે કોઈપણ વિદેશી ભાષા ખાસ કરીને ‘એંગ્લોમેનિયા’ અથવા અંગ્રેજી શબ્દોના ઉપયોગ પર આધારિત હોય છે, જેનાથી ઈટાલિયન ભાષા અપમાનની લાગણી અનુભવે છે. તેમણે કહ્યું કે તે વધુ ખરાબ છે કારણ કે બ્રિટન હવે યુરોપિયન યુનિયનનો ભાગ નથી.
જો કે આ બિલને લઈને ઈટાલીની સંસદમાં ચર્ચા થશે. સમર્થન મળ્યા બાદ તેને પાસ કરવામાં આવશે. આ બિલમાં સત્તાવાર દસ્તાવેજ અંગ્રેજીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી છે. ડ્રાફ્ટ કાયદા અનુસાર, વિદેશી સંસ્થાઓ પાસે તમામ આંતરિક નિયમો અને રોજગાર કરારના ઇટાલિયન ભાષાના સંસ્કરણો હોવા આવશ્યક છે.