Site icon Revoi.in

ઘંઉનો લોટ, મેંદો અને સોજીની નિકાસ પર પ્રતિબંધ- વધતી કિમંતોને કાબૂમાં લાવવા કેન્દ્રનો મહત્વનો નિર્ણય

Social Share

દિલ્હીઃ- દેશભરમાં ઘંઉનો લોટ,મેંદા અને સોજી જેવા લોટની કિમંતો વધતી જઈ રહી છે ત્યારે કેન્દ્રપ સરકારે વધતી જતી કિમંતોને કાબૂમાં લાવવા માટે મહત્વનો નિર્ણય જારી કર્યો છે. જે પ્રમાણે  કેન્દ્ર સરકારે લોટ, આખા લોટ, મેંદા અને સોજીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ બાબતે સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઘઉં અથવા મેસ્લિન લોટ, મેડો, આખા લોટ અને સોજીની મફતમાં નિકાસ પર પ્રતિબંધ છે. સૂજીમાં રાવો અને સરગીનો પણ સમાવેશ કરાયો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે સરકાર વતી આ આદેશ જારી કર્યો છે. જો કે સરકારની પરવાનગીથી હવે કેટલાક કિસ્સામાં નિકાસ કરી શકાશે.

જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે વિદેશ વેપાર નીતિ 2015-20 ની સંક્રમિત વ્યવસ્થા સંબંધિત જોગવાઈઓ આ સૂચના હેઠળ લાગુ થશે નહીં.ઉલ્લેખનીય છો કે આ પહેલા 25 ઓગસ્ટે સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હતો. કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બબાતેનું કારણ રશિયા અને યુક્રેન યુદ્ધને ગણાવાઈ રહ્યું છે, બંને દેશો ઘઉંના સૌથી મોટા નિકાસકારો છે અને તેમની વચ્ચેના યુદ્ધે વિશ્વભરમાં ઘઉંનો પુરવઠો ખોરવ્યો હતો. આથી ભારતમાંથી ઘઉંની નિકાસની માંગ વધી છે. નિકાસમાં વધારાને કારણે ભારતમાં ઘઉંના ભાવ વધવા લાગ્યા અને આ નિકાસને રોકવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો