- મણીપુરમાં હિંસા બાદ સ્થિતિને નિયંત્રણમાં લાવવાના પ્રયત્નો
- ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ 15 જૂન સુધી લંબાવાયો
દિલ્હીઃ- મણીપુર રાજ્યમાં 3 મેના રોજ પૂર્વોત્તર રાજ્યમાં બે સમુદાયોનું આંદોલન ઉગ્ર બન્યા બાદ હિંસા ફાટી નીકળી હતી અંદાજે 90થી વધુ લોકોએ આ હિંસામાં દજીવ ગિમાવ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્યની મુલાકાત લીધી અને શાંતિની અપીલ કરી હતી હિંસાને જોતા ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાી હતી જો કે હવે તેની અવધિ લંબાવવામાં આવી છે.
પૂર્વોત્તર રાજય મણીપુરમાં છેલ્લા કેટલાક સમયથી હિંસા ફાટી નિકળી છે. કેટલાક લોકો તો મણીપુર છોડીને પાડોશી રાજયોમાં આશરો લેવા મજબૂર બન્યા છે. ઘણા સમયથી મણીપુરમાં શાંતિ અને સદભાવનો જોવા મળતી હતી પરંતુ મણીપુર અદાલતનો એક આદેશ જે હિંસા ફાટી નિકળવા નિમિત્ત બન્યો છે.મણીપુરનો મૈતેયી નામના સમુદાય ઘણા સમયથી અનુસૂચિત જનજાતિ હોવાનો દરજ્જો આપવાની માંગ કરી રહયા હતા.આ માંગ હિંસામાં પરિણામી હતી.
જો કે હવે રાજ્યમાં હિંસા બાદ શાંતિ જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોઈ મૃત્યુ કે હિંસાની ઘટના બની નથી, રાજ્યમાં શાંતિ અને સામાન્યતા પાછી આવી રહી છે. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 990 હથિયારો અને 13,000 રાઉન્ડ દારૂગોળો મળી આવ્યો છે.
રાજ્યમાં હિંસા બાદ રાજ્યમાં સ્થિતિ તંગ છે. જો કે મણિપુરના કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી કર્ફ્યુમાં રાહત આપવામાં આવી હતી, પરંતુ શનિવારે થયેલી હિંસક ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકારે ઈન્ટરનેટ પ્રતિબંધને વધુ પાંચ દિવસ માટે લંબાવ્યો છે.
ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્ટરનેટ પ્રતિબંધ 15 જૂને બપોરે 3 વાગ્યા સુધી લાગુ રહેશે જો કે કેટલીક સરકારી સંસ્થાઓ અને ઈમરજન્સી સેવાઓ માટે જ્યાં જરૂર હોય ત્યાં ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી હોવાની પણ જાણકારી છે.જેથી કરી જરુરી કામકાજ અટકે નહી.