અમદાવાદમાં આજથી જાહેર રસ્તાઓ પર ઊભી રહેતી નોનવેઝની લારીઓ પર પ્રતિબંધ- AMCનો નિર્ણય
- અમદાવાદમાં હવે રસ્તાઓ પર નહી મળે નોનવેધ
- રસ્તાઓ પર ઊભી રહેતી લારીઓ પર પ્રતિબંધ લગાવાયો
અમદાવાધઃ- છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યના મેગાશહેર અમદાવાદમાં નોનવેઝને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ મંગળવારથી જાહેર રસ્તાઓ પર વેચાતા માંસાહારી ખાદ્ય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
મીડિયા એહેવાલ પ્રમાણે “જાહેર રસ્તાઓ પર નોન-વેજ ખાદ્ય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત શાળા, કોલેજ અને ધાર્મિક સ્થળોની 100 મીટરની અંદર આ ખાદ્ય પ્રદાર્થો વેચી શકાશે નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીએ આ નિર્ણય લીધો હોવાની બાબત સામે આવી છે.
મળતી માહિતી મુજબ શહેરના લોકો જાહેર માર્ગો પર તેના વેચાણ અંગે ફરિયાદ કરી રહ્યા હતા અને સમિતિની બેઠકમાં તેના પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.પ્રતિબંધ પર પ્રતિક્રિયા આપતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે લોકો જે ઈચ્છે તે ખાવા માટે સ્વતંત્ર છે.