રાજકોટઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. બજારોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ફટાકડાંની પણ ખરીદી કરી રહ્યા છે. બજારમાં ફટાકડાની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા દિવાળીને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેટલાક પ્રતિબધં મુકાયા છે. પોલીસે આ વર્ષે પણ ચાઈનીઝ તુકકલ અને લેંટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાવવા પર પ્રતિબધં લગાવ્યો છે. ચાઈનીઝ તુકકલ અને લેનટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાવનાર સામે ગુનો નોંધાશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દિવાળી અને દેવ દિવાળીમાં ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ લેંટર્નનો વધારે ઉપયોગ કરવામાં આવે છે.તુકકલ હલ્કી કવોલિટીનું મટીરીયલ વાપરવામાં આવતું હોય તે સળગી જતા આગજનનીના બનાવો બનવાની શકયતાઓ વધુ રહે છે. જેથી રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્રારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા મુજબ આગામી દિવાળી તેમજ દેવ દિવાળીના પર્વ અંતર્ગત તારીખ 24-10-2021 થી તારીખ 15-10-2021 સુધી ચાઈનીઝ તુક્કલ કે ચાઈનીઝ લેંટર્નના ઉત્પાદન વેચાણ કે ઉડાડવા પર પ્રતિબધં ફરમાવવામાં આવ્યો છે. કોઈપણ વ્યકિત ચાઈનીઝ તુક્કલ કે લેંટર્નનું ઉત્પાદન અને વેચાણ કરી શકશે નહીં કે ઉડાવી પણ શકશે નહીં અન્યથા પોલીસ દ્વારા જાહેરનામા ભગં અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચાઈનીઝ તુકકલ અને લેનટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાવનાર સામે ગુનો નોંધાશે.