- મહાશિવરાત્રીની રાજકોટમાં તૈયારી
- મનપાએ જાહેર કર્યું ફરમાન
- શિવરાત્રીના દિવસે નહીં થાય નોન-વેજનું વેંચાણ
રાજકોટ: આપણા ધર્મમાં કેટલાક લોકો માને છે અથવા કેટલાક લોકો શ્રધ્ધા હોય છે કે સારા દિવસે તેઓ કોઈ પણ પ્રકારનું નોનવેજ જમશે નહી, અથવા કેટલાક જે વેપારી હોય તે લોકો પોતાનો આ પ્રકારને વેપાર કરશે નહી. રાજ્યમાં મોટો વર્ગ એવો છે કે જે આ પ્રકારના ભોજનથી હંમેશા દુર રહે છે અને તેના વિશે વિચારતો પણ નથી.
આવામાં આ પ્રકારના શ્રધાળુંઓની લાગણીને ઠેસ ન પહોંચે અને તેમની આસ્થાનો ભંગ ન થાય તે વાતને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આગામી 1 માર્ચના રોજ મહાશિવરાત્રી નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ,મચ્છી,મટન અને ચિકનનું વેચાણ કે સ્ટોર કરવા પાર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સબંધકર્તા સર્વે એ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ઘી.જી.પી.એમ.સી.એક્ટ 1949 અન્વયે કાયદેસની કાર્યવાહી કરવામાં આવશે.