સાહિન મુલતાનીઃ-
ફ્રેંચ ફ્રાઈસ નામ સાંભળતા જ નાના બાળકોથી લઈને મોટાઓના મોઢામાં પાણી આવી જાય છએ આપણા સૌ કોઈને ખૂબ ભાવે છે પરંતુ આજે બટાકા નહી પણ કાચા કેળાની ફઅરેંચફ્રાઈસ બનાવીશું જે ટેસ્ટમાં પણ અલગ હશે અને સાઈઝમાં છોડી લોંગ હશે સાથે ખાવામાં ખૂબ જ જામો પડી જશે
સામગ્રી
- 6 નંગ કાચા કેળા
- તળવા માટે તેલ
મસાલો બનાવા માટે
- 1 ચમચી લાલ મરચું
- અડઘી ચમચી મરીનો પાવડર
- પા ચમચી સંચળ
- પા ચમચી મીઠું
- પા ચમચી આમચપર પાવડર અથવા ઝલઝીરા
હવે આ તમામ મસાલાને એક વાડકીમાં બરાબર મિક્સ કરીદો
સૌ પ્રથમ કેળાની છાલ કાઢી લો અને કેળાને ઉપર તથા નીચેથી થોડુ કાપીલો એટલે કે તેના દાંડા કાઢી નાખો
હવે આ કેળાની ઊભી સાઈમાં ચીરીને બે ફાડા કરી લો
બે ફાડા કરેલા કેળામાં એક પાળામાં થી લાંબી લાંબી ચિપ્સ સમારીલો ,જો કે ઘ્યાન રાખવું ચિપ્સ થોડી જાડી સમારલી
હવે આ રીતે બધાજ કેળામાંથી ચિપ્સ બનાવી લો
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો, તેલ ગરમ થાય એટલે તેમાં આ ચિપ્સ છૂટી પાડીને નાખી દો અને ક્રિસ્પી થઈ જાય ત્યા સુધી ફ્રાઈસ તળી લો
હવે એક પ્લેટમાં કાઢીને ગરમા ગરમ ફ્રાઈસ પર જ તૈયાર કરોલો મસાલો સ્પ્રેડ કરીલો