કેળા વ્યક્તિને રાખે છે અનેક બીમારીથી દૂર,જાણો તેના અનેક ફાયદા
- કેળા ખાવાના ફાયદા
- અનેક બીમારીઓથી રહો છે દૂર
- જાણો કેવી રીતે શરીર માટે છે ફાયદાકારક
આપણા દેશમાં જેટલા પણ ફળફૂલ, શાકભાજી ઉગે છે તેના ફાયદા છે અને અનેક રીતે તે આપણને ઉપયોગી પણ છે. આવામાં જો વાત કરવામાં આવે કેળાની તો કેળાથી ખાવાથી પણ શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકાય છે. જાણકારોના કહેવા અનુસાર કેળામાં પૌષ્ટિક તત્વો ખૂબ ભરપૂર પ્રમાણમાં હોય છે અને તે અન્ય ફળોની સરખામણીમાં સસ્તા પણ હોય છે.
કેળામાં વિટામિન એ,બી, સી અને સી6 અને મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે અને આ પ્રકારના પૌષ્ટિક તત્વોથી શરીરને થાક અને નબળાઈ દૂર થાય છે. કેળા શરીરને ઉર્જાવાન રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
જો વાત કરવામાં આવે કેળાની શરીર પર અસરની કેળા પેટ માટે ફાયદાકારક છે. એટલે કે તે આંતરડાને સ્વસ્થ રાખે છે અને કોલેસ્ટ્રોલની માત્રાને સંતુલિત કરે છે. કેળા ખાવાથી હ્યદય પણ સ્વસ્થ રહે છે. એટલે કે જો યોગ્ય પ્રમાણમાં કેળાનું સેવન કરવામાં આવે તો તેનાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે અને તેનાથી હ્યદયની બીમારીનું જોખમ ઓછું થાય છે.
જાણકારો દ્વારા તો તે પણ કહેવામાં આવ્યું છે કે કેળાનું જો યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તે ડિપ્રેશનને પણ દુર કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કેળાની માહિતી માત્ર જાણકારી માટે લખવામાં આવી છે, પણ દરેક વ્યક્તિને શરીરની ક્ષમતા અલગ હોય છે તેથી કેટલા પ્રમાણમાં કેટલા કેળા રોજ ખાવા જોઈએ તેની સલાહ ડોક્ટર પાસેથી લેવી જોઈએ.