Site icon Revoi.in

બનારસી પાન અને લંગડા કેરીને મળ્યો GI ટેગ, હવે વિશ્વભરમાં આ બન્નેની લિજ્જત લોકો માણશે , જાણો બીજી કઈ વસ્તુઓને મળ્યા GI ટેગ

Social Share

દિલ્હીઃ ભારત દેશમાં ઘણી બધી ખાવા પીવાની વસ્તુઓ એવી છે કે જે પોતાનામાં જ એક બ્રાંડ બની છએ,જેમ કે કેસર કેરી, લંગડા કેરી .બનારસી પાન વગેરે જેવી વસ્તુઓ તેના નામથી જ જાણીતી છએ ત્યારે હવે બનારસી પાન અને લંગડા કેરીનો સ્વાદ વિશ્વભરના લોકો માણશે અને વખાણશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે  વડાપ્રધાનના સંસદીય ક્ષેત્ર બનારસને હવે દેશમાં જીઆઈ ટેગ મળ્યો છે. વારાણસીના પ્રખ્યાત બનારસી પાન અને લંગડા કેરીને પણ  જીઆઈ ટેગ  મળી ચૂક્યો છે. આ ઉપરાંત આદમ ચીની ચોખા અને રામનગરના ભંતા એટલે ગોળાકાર રીંગણને પણ જીઆઈ ટેગ મળ્યો છે.

ત્યારે  આ માહિતી સાથે  જ કાશીના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે તેઓને પોતાના આ પાક પર પુરતુ વશતર મળવાની સાથે તેના વખાણ વિદેશમાં પણ થશે,હવે કોઈ ખોટા બનારસના લંગડા અને બનારસી પાનના નામે ખેતી કે ઉત્પાદન કરી શકશે નહીં.

નાબાર્ડ અને માનવ કલ્યાણ સંસ્થાની મદદથી, ઉત્તર પ્રદેશને આ વર્ષે 11 જીઆઈ ટેગ મળ્યા છે, જેમાં વારાણસી પ્રદેશ ચાર ટેગ મળ્યા છે. આ અંગે પદ્મશ્રી જીઆઈ ટેગ નિષ્ણાત ડો. રજનીકાંતે જણાવ્યું હતું કે આ વર્ષે ઉત્તર પ્રદેશની 11 પ્રોડક્ટ્સને જીઆઈ ટેગ મળ્યો છે, જેમાં 7 ઉત્પાદનોનો પણ ઓડીઓપીમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને 4 કૃષિ અને બાગાયતને લગતી પ્રોડક્ટ્સ કાશી પ્રદેશની છે, જેમાં બનારસી. લંગડા કેરી  રામનગર ભાંતા , બનારસ પાન અને આદમચીની ચોખા.