Site icon Revoi.in

બનાસકાંઠા: અમીરગઢ બોર્ડર પરથી 4.50 કરોડનું ડ્રગ્સ પકડાયું

Social Share

અમદાવાદઃ રાજ્યમાં નશાના કાળા કારોબારના નેટવર્કને તોડી નાખવા માટે પોલીસ તંત્ર દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. તેમજ દરોડાની કાર્યવાહીની સાથે સાથે સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગની કવાયત વધારે તેજ બનાવવામાં આવી છે. દરમિયાન બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પાસેથી પોલીસે રૂ. 4.50 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી લીધું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીથી મુંબઈ જઈ રહેલી લકઝરી બસમાં એક મહિલા ડ્રગ્સ લઈને જતી હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમે અમીરગઢ બોર્ડર ઉપર તપાસ તેજ બનાવવામાં આવી હતી. દરમિયાન એક લકઝરી બસને પોલીસે અટકાવીને તપાસ કરી હતી. આ બસમાં પ્રવાસ કરતી એક વિદેશી મહિલાની તપાસ કરતા તેની પાસેથી રૂ. 4.50 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

વિદેશી મહિલા પ્રવાસી પાસેથી ડ્રગ્સનો જંગી જથ્થો મળી આવતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પણ ચોંકી ઉઠ્યો હતો. આ બસ દિલ્હીથી મુંબઈ તરફ જઈ રહી હતી. પોલીસે વિદેશી મહિલા સામે ગુનો નોંધવાની કવાયત તેજ બનાવી હતી. તેમજ તેના રિમાન્ડ મેળવવાની કવાયત શરુ કરી હતી. મહિલા ડ્રગ્સનો જથ્થો લઈને મુંબઈ જઈ રહી હોવાનું ખુલ્યું હતું. મહિલા સાથે કોણ-કોણ સંડોવેયાલુ છે અને આ ડ્રગ્સ કોની પાસેથી લઈને કોને આપવા જઈ રહી તે સહિતના મુદ્દાઓની પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરુ કરી હતી.