Site icon Revoi.in

બનાસકાંઠાઃ ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કૂલના બદલે વિદ્યાર્થીઓમાં સરકારી સ્કૂલમાં પ્રવેશનો ક્રેઝ વધ્યો છે. ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાનીથી કંટાળીને વાલીઓ પણ હવે પોતાના સંતાનોને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરાવવાનું પસંદ કરી રહ્યાં છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વર્ષે 2021-22માં ધો 2થી 8માં અભ્યાસ કરતા 3089 બાળકોએ ખાનગી શાળાને છોડીને સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

રાજ્ય સરકાર દ્રારા થમિક શિક્ષણ સ્તર સતત ઊંચું લાવવા સરકારી શાળામાં ગુણવતા સભર શિક્ષણ પૂરું પાડવા ના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોય સરહદી બનાસકાંઠા જિલ્લામાં સરકારી સ્કૂલોમા શિક્ષકો દ્રારા બાળકોને શિક્ષણ પર ભાર મૂકવામાં આવતા સરકારી શિક્ષણ સ્તર ઊંચું આવતા અને ખાનગી કેટલીક ખાનગી શાળાઓમાં તગડી ફી વસૂલવા છતાં બાળકોને ગુણવતા સભર શિક્ષણ પૂરું પાડવામાં ન આવતા વાલીઓ અને બાળકો સરકારી સ્કૂલો તરફ પ્રેરાઈ રહીને ખાનગી સ્કૂલો છોડી સરકારી શાળા ઓમાં પ્રવેશ લેતા થયા હોય એક વર્ષમાં ધો.2થી 8 આ 3089 વિદ્યાર્થી ઓ ખાનગી સ્કૂલો છોડી સરકારી સ્કૂલો માં પ્રવેશ મેળવ્યો છે જેમાં સૌથી વધુ ધાનેરા તાલુકાના 528 વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળાનો અભ્યાસ પસંદ કર્યો છે જોકે ગત વર્ષ પણ વિવિધ ખાનગી સ્કૂલોના 2454 વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલોમાં એડમિશન મેળવ્યું હતી