નવી દિલ્હી: સશસ્ત્ર સીમા ગાર્ડ બાંગ્લાદેશના સૈનિકોએ મેઘાલયમાં ભારતીય વિસ્તારમાં ઘૂસીને ગ્રામીણોને પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા નજીક સડક નિર્માણને રોકવાની ધમકી આપી છે.
સડક નિર્માણ કરી રહેલા કોન્ટ્રાક્ટરોએ સોમવારે આના સંદર્ભે આરોપ લગાવ્યો હતો. બીએસએફના પ્રવક્તાએ કહ્યુ છે કે કમાન્ડન્ટ સ્તરના અધિકારી આ મામલાની તપાસ કરી રહ્યા છે.
મુક્તાપુર ગામના સચિવ અને સડક નિર્માણ કરાવી રહેલા કોન્ટ્રાક્ટર બી. બુઅમનો આરોપ છે કે બીજીબીના ત્રણ સૈનિક શનિવારે નિર્માણસ્થાન પર પહોંચ્યા હતા અને કામગીરી રોકવાનો આદેશ આપ્યો હતો. મુક્તાપુર ગામમાં આ સડક નિર્માણ કરાઈ રહ્યું છે, ત્યાં કાંટેદાર તારની કોઈ વાડ કે ફેન્સિંગ નથી.
જણાવવામાં આવે છે કે ત્રણ સશસ્ત્ર સીમા ગાર્ડ બાંગ્લાદેશના જવાનો શનિવારે સાઈટ પર આવ્યા અને એમ કહેતા તેમણે કામ રોકવાનો આદેશ કર્યો કે આ સ્થાન આંતરરાષ્ટ્રીય સીમાથી 150 ગજના અંતરે છે, તેથી નિર્માણના નિયમોનું આ કામગીરીથી ઉલ્લંઘન થાય છે.
મહત્વપૂર્ણ છે કે સડક મુક્તાપુર ગામમાં બનાવાય રહી છે, જ્યાં કોઈ ફેન્સિંગ નથી. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે જમીન સીમાના સીમાંકન સાથે સંબંધિત મામલામાં બંને દેશો દ્વારા 6 સપ્ટેમ્બર-2011ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
તો રાજ્યમાં ભારત-બાંગ્લાદેશ સીમા પર રહેતા લોકોના કલ્યાણની દેખરેખ કરનારી એક સંસ્થા ઈન્ટરનેશનલ બોર્ડર પર સમન્વય સમિતિએ મામલાન નિંદા કરી છે.