બાંગ્લાદેશઃ પીએમ શેખ હસીના 5 સપ્ટેમ્બરથી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવશે
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આ મહિનાની 5મીથી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવશે. દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિદમ બાગચીએ જણાવ્યું હતું કે, મુલાકાત દરમિયાન બાંગ્લાદેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરડ સાથે મુલાકાત કરશે. તેમણે કહ્યું કે, શેખ હસીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય પરામર્શ કરશે.
વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી શેખ હસીના અજમેરની મુલાકાત લેશે તેવી શક્યતા છે. વર્તમાન વર્ષોમાં બંને પક્ષોએ ઉચ્ચસ્તરીય જોડાણ જાળવી રાખ્યું છે. MEA પ્રવક્તાએ કહ્યું કે, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાની મુલાકાત મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો, પરસ્પર વિશ્વાસ અને સમજના આધારે બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.