Site icon Revoi.in

બાંગલાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ PM મોદીના કર્યા વખાણ ,કહ્યું ‘ભારત વિશ્વાસ પાત્ર મિત્ર’

Social Share

દિલ્હીઃ – બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના  સોમવારના રોજ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત પણ કરશે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઘણા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

જેમાં તેણે ભારતને એક પરીક્ષિત મિત્ર ગણાવ્યો છે. હસિનાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ જોરદાર વખાણ કર્યા છે. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ ભારતને વિશ્વસનીય ભાગીદાર મિત્ર ગણાવ્યો હતો. તેમણે બંને દેશો વચ્ચે ગાઢ સહયોગ પર ભાર મૂક્યો હતો. અમે 1971ના યુદ્ધ દરમિયાન ભારતના યોગદાનને હંમેશા યાદ રાખીએ છીએ, એમ તેમણે જણાવ્યું હતું. 1975માં જ્યારે મેં મારા પરિવારના તમામ સભ્યો ગુમાવ્યા ત્યારે તત્કાલીન ભારતીય વડાપ્રધાને અમને ભારતમાં આશ્રય આપ્યો હતો.

પીએમ હસીનાએ કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ નજીકના પાડોશી છે. હું હંમેશા આપણા પાડોશી દેશો સાથેની મિત્રતાને મહત્વ આપું છું કારણ કે મને લાગે છે કે આ મિત્રતા આપણા લોકો માટે છે. બંને દેશો વચ્ચે વેપાર કેવી રીતે સુધારી શકાય તે જોવાની અમારી પ્રાથમિકતા છે.

શેખ હસીનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. “રસિયા -યુક્રેન યુદ્ધ દરમિયાન, અમારા ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા. જ્યારે ભારતે તેના વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢ્યા, તો અમે પણ અમારા વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢ્યા, આ માટે હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છું.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સમસ્યાઓ પર હસીનાએ કહ્યું, “કેટલીક સમસ્યાઓ છે, પરંતુ અમે તેમાંથી મોટાભાગનો ઉકેલ લાવી દીધો છે.” અત્યારે જે પણ સમસ્યાઓ છે તે પણ બેસીને ઉકેલાશે. તેમણે કહ્યું ,અમે ડાઉનસ્ટ્રીમમાં છીએ.

ભારતે વધુ ઉદારતા દાખવવી જોઈએ.તેનાથી બંને દેશોને ફાયદો થશે. કેટલીકવાર આપણા લોકો ખાસ કરીને તિસ્તા નદીના કારણે ઘણું સહન કરે છે. તેણે વધુમાં કહ્યું કે, મને લાગે છે કે તેનો ઉકેલ લાવવો જોઈએ. પીએમ મોદી નરેન્દ્ર મોદી પણ આ સમસ્યાના ઉકેલ માટે ખૂબ જ ઉત્સુક છે.