Site icon Revoi.in

બાંગ્લાદેશઃ કટ્ટરપંથીઓએ વધુ ધાર્મિક સ્થળને નિશાન બનાવીને છ મૂર્તિ કરી ખંડિત

Social Share

દિલ્હીઃ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કટ્ટરપંથીઓનો ઉપદ્રવ વધ્યો છે. એટલું જ કટ્ટરપંથીઓ લઘુમથી હિન્દુ અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહ્યાં છે. તાજેતરમાં જ દૂર્ગા પૂજા દરમિયાન મુસ્લિમ કટ્ટરપંથીઓએ પંડાલમાં તોડફોડ કરી હતી. આ બનાવમાં 3 વ્યક્તિઓના મોત થયાની આશંકા વ્યક્ત થઈ રહી છે. દરમિયાન આજે ફરી એકવાર કટ્ટરપંથીઓએ ધાર્મિક સ્થળો ઉપર તોડફોડની ઘટના સામે આવી છે. 16 ઓક્ટોબરના રોજ પણ મુંશીગંજના દનિયાપારા મહાશમશાન કાલી મંદિરની 6 મૂર્તિઓ સાથે તોડફોડ કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, વહેલી સવારે 3-4 વાગ્યે આ પ્રકારની તોડફોડ કરવામાં આવી હતી. મંદિરમાં કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ન હોતી, કટ્ટરપંથીઓએ મંદિરમાં તોડફોડ કરીને હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવી હતી. દનિયાપારા મહાશમશાન કાલી મંદિરના મહાસચિવ શુભ્રાતા દેવ નાથ વાનુના કહેવા પ્રમાણે મુખ્ય દ્વારનું તાળુ તૂટેલુ હતું. મંદિરની તમામ મૂર્તિઓ તોડી પાડવામાં આવેલી છે. આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. આ બનાવને પગલે હિન્દુઓમાં રોષ ફેલાયો છે. તેમજ કટ્ટરપંથીઓને ઝડપી લેવાની માંગણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 13 ઓક્ટોબરના રોજ નાનુઆર દિઘીના કિનારે એક દુર્ગા પૂજા સ્થળ પર પવિત્ર કુરાનના કથિત અપમાન અંગેના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બાંગ્લાદેશના અનેક ઠેકાણે સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠી હતી. ચાંદપુર, ચટગાંવ, ગાજીપુર, બંદરબન, ચપૈનવાબગંજ અને મૌલવીબજારમાં અનેક પૂજા સ્થળોમાં તોડફોડ કરવામાં આવી હતી. તાજેતરમાં બંગાળમાં થયેલી હિંસાને પગલે સુરક્ષા એજન્સીઓ વધારે સતર્ક બની છે.