બાંગ્લાદેશે 1800 રોહિંગ્યા શરણાર્થીઓને નિર્જન ટાપુ ઉપર મોકલ્યાં
કોલકત્તાઃ બાંગ્લાદેશમાં શરણ લઈ રહેલા મ્યાનમારના 1800 જેટલા રોહિંગ્યાને બંગાળ નજીક આવેલા ટાપુ ઉપર મોકલવામાં આવ્યાં છે. જેનો માનવાધિકાર સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન યુએન દ્વારા પણ કોઈ પણ શરણાર્થીને બળજબરીથી ટાપુ નહીં મોકલવા માટે બાંગ્લાદેશને અપીલ કરવામાં આવી છે.
માનવાધિકાર સંગઠનોના વિરોધ વચ્ચે બાંગ્લાદેશ શરણાર્થી રોહિંગ્યા મુસ્લિમોના બીજા ગ્રુપને બંગાળની ખાડી નજીક એક ટાપુ ઉપર મોકલી આપ્યાં છે. આ નવા ટાપુ ઉપર વાવાઝોડાનો ખતરો હોવાની આશંકા માનવઅધિકાર સંગઠનોએ વ્યક્ત કરી હતી. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રએ રોહિંગ્યાઓના સ્થળાંતર પાછળ પોતાનો કોઈ હાથ નહીં હોવાનું જણાવાયું હતું. જો કે, સરકારને આગ્રહ કર્યો છે કે, કોઈ પણ શરમાર્થીને બળજબરીથી ટાપુ ઉપર મોકલવામાં ન આવે. આ ટાયુનો 20 વર્ષ પહેલા જ ઉદય થયો છે. બાંગ્લાદેશ નૌસેનાએ પાંચ જહાજો મારફતે 1804 રોહિંગ્યાઓને ટાપુ ઉપર પહોંચાડ્યાં હતા. કોરોના મહામારીને પગલે યાત્રા દરમિયાન તેમને માસ્ક અને જીવન રક્ષક જેકેટ પણ આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રથમ જથ્થામાં 1642 શરણાર્થીઓને ચાર ડિસેમ્બરના રોજ ટાપુ ઉપર મોકલી આપવામાં આવ્યાં હતા. મ્યાનમારમાં રોહિંગ્યા લઘુમતી કોમમાં છે અને ગત 25મી ઓગસ્ટ 2017માં નિર્મમ સૈન્ય કાર્યવાહીથી બચવા માટે રોહિંગ્યા ઘર છોડીને ભાગ્યાં હતા. બાંગ્લાદેશના ફોક્સ બજાર નજીક 11 લાખ જેટલા રોહિંગ્યાઓ શરણ લઈ રહ્યાં છે. જેમાંથી એક લાખ શરણાર્થીઓને ટાપુ ઉપર મોકલવા માટે ટાપુ ઉપર 35 કરોડ અમેરિકી ડોલર ખર્ચ કરવામાં આવ્યો હતો.