1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બાંગ્લાદેશની અરાજકતાભરી સ્થિતિ સુરતને નડી, ફેબ્રિક્સની કરોડો રૂપિયાની નિકાસ અટકી પડી
બાંગ્લાદેશની અરાજકતાભરી સ્થિતિ સુરતને નડી, ફેબ્રિક્સની કરોડો રૂપિયાની નિકાસ અટકી પડી

બાંગ્લાદેશની અરાજકતાભરી સ્થિતિ સુરતને નડી, ફેબ્રિક્સની કરોડો રૂપિયાની નિકાસ અટકી પડી

0
Social Share

સુરતઃ  બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન અને આગજની અને લૂંટફાટ સહિતની અરાજકતાભરી સ્થિતિને લીધે ત્યાંના વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. તેની અસર સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર છે.  ગયા વર્ષે સુરતના કાપડના વેપારીઓએ બાંગ્લાદેશમાં 1200 કરોડ રૂપિયાનું મેનમેડ ફેબ્રિક એક્સપોર્ટ કર્યુ હતું. જ્યારે હાલમાં  રાજકીય સંકટ સર્જાતાં સુરતનો લગભગ 500 કરોડનો કાપડનો બિઝનેસ પ્રભાવિત થયો છે. વેપારીઓને પોતાનું પેમેન્ટ પણ અટકી જવાની ચિંતા સતાવી રહી છે.

સુરત શહેરમાં હીરા ઉદ્યોગની જેમ કાપડ ઉદ્યોગ પણ આગવી હરોળનો ગણાય છે. સુરતમાં ઉત્પાદિત કાપડની વિદેશમાં નિકાસ પણ કરવામાં આવે છે. ગયા વર્ષે સુરતના કાપડના વેપારીઓએ 1200 કરોડ રૂપિયાનું મેનમેડ ફેબ્રિક બાંગ્લાદેશમાં એક્સપોર્ટ કર્યુ હતું. પરંતુ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન અને આગજની અને લૂંટફાટ સહિતની અરાજકતાભરી સ્થિતિને લીધે ત્યાંના વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. તેની સીધી અસર સુરતના કાપડ ઉદ્યોગ પર પડી છે. ઘણા કાપડના કન્ટેનરો રસ્તામાં અટવાય ગયા છે. ઘણાબધા વેપારીઓના પેમેન્ટ પણ અટવાય ગયા છે. એટલે વેપારીઓ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

સુરતના કાપડના વેપારીઓના કહેવા મુજબ હાલ બાંગ્લાદેશમાં રાજકીય સંકટ છે. હિંદુઓ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. તેની વચ્ચે સુરતના કાપડના વેપારીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. એકબાજુ બાંગ્લાદેશના વેપારીઓએ ઓર્ડર કેન્સલ કરી દીધો છે. તો વિષમ પરિસ્થિતિના કારણે વેપારીઓનું પેમેન્ટ પણ અટકી ગયું છે. ઓગસ્ટ મહિનાથી સુરત અને બાંગ્લાદેશ વચ્ચે કાપડનું સૌથી વધારે વેચાણ થતું હોય છે. જોકે હાલની પરિસ્થિતિએ કાપડના વેપારીઓની ચિંતા વધારી દીધી છે. ત્યારે ઝડપથી આ સ્થિતિમાં સુધારો થાય અને સુરતના કાપડના વેપારીઓની ચિંતા દૂર થાય એવી વેપારીઓ આશા રાખી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code