જમ્મુ-શ્રીનગર હાઈવે પર શનિવારે સવારે એક એવો વિસ્ફોટ થયો, જેણે 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલાની કલંકીત તસ્વીરને યાદ કરવા મજબૂર કરી દીધા છે. આ વિસ્ફોટમાં સેન્ટ્રો કાર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે અને હેરાન કરનારી બાબત એ છે કે આ બ્લાસ્ટ એવા સમયે થયો કે જ્યારે સીઆરપીએફનો કાફલો અહીંથી પસાર થઈ રહ્યો હતો. જણવવામાં આવે છે કે કારે સીઆરપીએફની એક બસને ટક્કર પણ મારી હતી. જેનાથી તેને નજીવું નુકસાન પણ થયું છે. પરંતુ સારી વાત એ રહી કે કોઈપણ જવાનને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી.
આ વિસ્ફોટ શનિવારે સવારે સાડા દશ વાગ્યે બનિહાલ નજીક થયો છે. જણાવવામાં આવે છે કે સેન્ટ્રો કારમાં બે સિલિન્ડર હતા. તેની સાથે તેમા યુરિયા અને તેલની બોટલો પણ હતી. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ, જેવો સીઆરપીએફનો કાફલો અહીંથી પસાર થયો, તે વખતે કારમાં વિસ્ફોટ થઈ ગયો અને તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી. આ કાર બ્લાસ્ટની તસવીર કંઈક એવી છે કે જેવી પુલવામા એટેકમાં જોવા મળી હતી. જો કે પુલવામા એટેકમાં વાપરવામાં આવેલી કારમા જેટલા પ્રમાણમાં વિસ્ફોટક ભરેલો હતો કે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી.
અત્યાર સુધીમાં આ વિસ્ફોટમાં સૌથી હેરાન કરનારી વાત એ છે કે આ ગાડી હાઈવે પર કોણ લઈને આવ્યું તેની જાણકારી છેલ્લી માહિતી સુધી મળી શકી નથી, કારણ કે કારના ડ્રાઈવરના છેલ્લી માહિતી સુધી હજી સુધી કોઈ ભાળ મળી નથી. જેના કારણે ઘણા પ્રકારની આશંકાઓને બળ મળી રહ્યું છે. કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. પુલવામા એટેકમાં પણ અચાનક એક કારે સીઆરપીએફના કાફલાને ટક્કર મારતા 44 જવાનો શહીદ થઈ ગયા હતા. જો કે પુલવામા એટેકમાં વપરાયેલી કારમાં બેઠેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આદિલે ખુદને પણ ખતમ કરી નાખ્યો હતો.
પુલવામા હુમલામાં સીઆરપીએફની બસોને સંપૂર્ણ પ્લાનિંગ સાથે નિશાન બનાવવામાં આવી હતી અને આતંકવાદી પોતાના નાપાક મનસૂબાઓમાં સંપૂર્ણપણે કામિયાબ થઈ ગયા હતા. જ્યારે બનિહાલમાં સીઆરપીએફના જવાનોને તો કોઈ નુકસાન પહોંચ્યું નથી. પરંતુ જે કારમાં બ્લાસ્ટ થયો, તેણે સીઆરપીએફના વાહનને ટક્કર મારવાનું કામ જરૂરથી કર્યું છે. એટલે કે પુલવામા બાદ થયેલા આ કાર બ્લાસ્ટની ઝપટમાં પણ સીઆરપીએફના જવાનોને લઈ જતું વાહન જ આવ્યું છે. જો કે હજી સુધી આ વિસ્ફોટને આતંકી ઘટના માનવામાં આવી રહ્યો નથી. પરંતુ આનાથી ઈન્કાર પણ કરવામાં આવ્યો નથી. જ્યારે ઈન્ટેલિજન્સ ઈનપુટ પણ કોઈ અનહોનીની સાજિશને બળ પુરું પાડી રહ્યા છે.
જણાવવામાં આવે છે કે ઈન્ટેલિજન્સ એજન્સીઓએ એ વાતનું એલર્ટ આપ્યું હતું કે પુલવામા બાદ પણ જમ્મુ-શ્રીનગર હાઈવે પર આતંકવાદી કોઈ હુમલાને પાર પાડવાની કોશિશ કરી શકે છે. તેવામાં આ કાર વિસ્ફોટ શું પુલવામા જેવી જ કોઈ સાજિશનો ભાગ છે, અથવા આ કોઈ અકસ્માત છે. તેની તપાસ થવાની હજી બાકી છે. પરંતુ સીઆરપીએફનું કહેવું છે કે તમામ પાસાઓને આવરી લઈને આ વિસ્ફોટની તપાસ થઈ રહી છે.