- માલ્યા, ચોક્સી અને નીરવ મોદીની સંપત્તિ બેંકોને ટ્રાન્સફર કરાઈ
- ત્રણેય ભાગેડૂ બેંક કૌભાંડના આરોપી છે
દિલ્હીઃ-દેશમાં બેંક કૌભાંડોના મામલે સરકારે કેરલી કડક કાર્યવાહીની અસર જોવા મળી છે. બેંક છેતરપિંડીના આરોપી એવા વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદીની કુલ 9 હજાર 371 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકોમાં ટ્રાન્સફર કરવામાં આવી ચૂકી છે. મળતી માહિતી પ્રમાણે ફરાર થયેલા ત્રણેય આરોપીઓની સંપત્તિ તેમણે બેંક સાથે કરેલી છેતરપિંડીમાં નુકસાનની ભરપાઇ કરવામાં આવશે.
આ સમગ્ર મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ટ્વિટ કરીને જણાવ્યું હતું કકે પીએમએલએ હેઠળ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીના મામલામાં રૂ. 18,170.02 કરોડ કે જે બેન્કોને થયેલા કુલ નુકસાનના 80.45 ટકાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, તે સાથે જ 9371.17 કરોડ રૂપિયાની જપ્ત કરાયેલ સંપત્તિનો એક ભાગ જાહેર ક્ષેત્રની બેંકો અને કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવામાં આવી ચૂક્યો છે.
ઇડીએ કહ્યું કે વિજય માલ્યા અને પીએનબી બેંકના છેતરપિંડીના કેસમાં, પીએમએલએ હેઠળ જપ્ત કરાયેલા શેરના વેચાણ દ્વારા બેંકના 40 ટકા નાણાંની વસૂલાત કરવામાં આવી છે. ઇડીએ જણાવ્યું હતું કે બુધવારે માલ્યાને ધિરાણ આપનાર કન્સોર્ટિયમ વતી ડેબિટ રિકવરી ટ્રિબ્યુનલએ યુનાઇટેડ બ્રેવરીઝ લિમિટેડ ના રૂ. 5 હજાર 800 કરોડના શેર વેચ્યા હતા, જેને એજન્સીએ પીએમએલએ જોગવાઈઓ હેઠળ જપ્ત કર્યા હતા.
તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે, પીએનબી કૌભાંડમાં સંડોવાયેલા માલ્યા અને ભાગેડુ bshejr નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ તેમની કંપનીઓ દ્વારા ભંડોળ ફેરવતાં જાહેર ક્ષેત્રની બેંકોને છેતરપિંડી કરી હતી, જેના પરિણામે બેંકોને 22,585.83 કરોડનું નુકસાન થયું હતું.