ઓગષ્ટ મહિનામાં બેંકોની કામગીરી 18 દિવસ સુધી બંધ રહેશે. તહેવારો અને અન્ય રજાઓના કારણે બેંકોની કામગીરી 18 દિવસ બંધ રહેશે તો જે લોકોને બેંકના કામ પૂર્ણ કરવાના હોય તે લોકોએ આ જ દિવસોમાં પૂર્ણ કરી લેવા જોઈએ. તહેવાર મહિનામાં ભલે બેન્કો બંધ હોય પરંતુ તમે આ સમયમાં બેન્કિંગ સાથે જોડાયેલા કામ ઓનલાઈન કરી શકો છો. ઓનલાઈન બેન્કિંગ સર્વિસ બધા દિવસ ઉપલબ્ધ રહેશે.
જાણકારી અનુસાર આ મહિને 13 દિવસ જ ખુલી બેન્ક રહેશે.ઓગસ્ટ મહિનામાં ઘણા તહેવાર આવે છે. તેમાં રક્ષાબંધન, મુહર્રમ, ગણેશ ચતુર્થી અને સ્વતંત્રતા દિવસ અને કૃષ્ણ જન્માષ્ટમી શામેલ છે. RBIના બેન્ક હોલિડે કેલેન્ડરને જોતા ઓગસ્ટના મહિનામાં ફક્ત 13 દિવસ જ બેન્કોમાં કામ-કાજ થશે.
રાજ્યો અને શહેરોમાં બેન્કની રજાઓ અલગ અલગ હોય છે. હકીકતે બેન્ક હોલિડે વિવિધ રાજ્યોમાં મનાવવામાં આવતા તહેવારો અથવા એ રાજ્યોમાં થતા અન્ય આયોજનો પર પણ નિર્ભર કરે છે.
આ મહિને આ તારીખો પર બેન્કો રહેશે બંધ
1 ઓગસ્ટ: દ્રુપકા શે-જી (સિક્કિમમાં બેન્ક બંધ)
7 ઓગસ્ટઃ પહેલો રવિવાર
8 ઓગસ્ટઃ મુહર્રમ (જમ્મુ-કાશ્મીરમાં બેન્ક બંધ)
9 ઓગસ્ટઃ મુહર્રમ (અગરતલા, અમદાવાદ, અઈઝોલ, બેલાપુર, બેંગ્લોર, ભોપાલ, ચેન્નાઈ, હૈદરાબાદ, જયપુર, કાનપુર, કોલકત્તા, લખનૌઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર અને રાંચીમાં બેન્ક બંધ)
11 ઓગસ્ટઃ રક્ષાબંધન (બધી જગ્યા પર બેન્ક બંધ)
12 ઓગસ્ટઃ રક્ષા બંધન (કાનપુર-લખનૌઉ બેંક બંધ)
13 ઓગસ્ટઃ બીજો શનિવાર (સપ્તાહિક રજા)
14 ઓગસ્ટઃ રવિવાર
15 ઓગસ્ટઃ સ્વતંત્રતા ગિવસ
16 ઓગસ્ટઃ પારસી નવવર્ષ
18 ઓગસ્ટઃ જન્માષ્ટમી (બધી જગ્યા પર રજા)
19 ઓગસ્ટઃ જન્માષ્ટમી શ્રાવણ વદ-8/ કૃષ્ણ જયંતી (અમદાવાદ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નાઈ, ગંગટોક, જયપુર, જમ્મુ, ગટના, રાયપુર, રાંચી, શિલાંગ, શિમલા, શ્રીનગરમાં બેંક બંધ)
20 ઓગસ્ટઃ કૃષ્ણ અષ્ઠમી (હૈદરાબાદ)
21 ઓગસ્ટઃ રવિવાર
27 ઓગસ્ટઃ ચોથો શનિવાર
28 ઓગસ્ટઃ રવિવાર
29 ઓગસ્ટઃ શ્રીમંત શંકરદેવ તિથિ
31 ઓગસ્ટઃ ગણેશ ચતુર્થી (ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં બેંક બંધ)