Site icon Revoi.in

બેન્કોના એટીએમમાં પૂરતાં નાણાં રાખવા અપાઈ ખાસ સૂચના

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે રાજ્યભરની બેન્કોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુરૂવારથી  આગામી 30 એપ્રિલ સુધી સવારે 10 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી જ ગ્રાહકો માટે બેન્ક ખુલ્લી રહેશે. જે પણ ગ્રાહકો પૈસા ઉપાડવા તેમજ જમા કરાવવા સહિત અન્ય કોઈપણ જરૂરી કામકાજ કરવા માગે છે, તો  બપોરે બે વાગ્યા પહેલાં પૂર્ણ કરવાનાં રહેશે.

કોરોના મહામારીને પગલે હાલમાં તમામ  સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ ચાલી રહ્યું છે, જેને કારણે બેન્કોમાં પણ સ્ટાફ ઓછો કરી દેવામાં આવ્યો છે. જો આ સમયગાળામાં પણ ગ્રાહકોની આરટીજીએસ, ક્લિયરિંગ તેમજ રેમિટેન્સિસ જેવાં કામોને અગ્રતા આપવામાં આવશે. બેન્કોનો સમય ઘટી જતાં ગ્રાહકોને પૈસાની લેવડ-દેવડમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય એ માટે તમામ બેન્કોના એટીએમમાં પૂરતાં નાણાં રાખવા ખાસ સૂચના અપાઈ છે. રાજ્યમાં આ બાબતે 15 એપ્રિલના રોજ સ્ટેટ લેવલ બેન્કર્સની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં બેન્કના સમયમાં ફેરકાર કરવાની વાત કરવામાં આવી હતી, સાથે જ સરકારનાં નાણાં વિભાગ દ્વારા આ વિષય પર એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે