Site icon Revoi.in

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પાસ કર્યો પ્રસ્તાવ – સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની નિવૃત્ત થવાની વયમાં થશે વધારો

Social Share

દિલ્હીઃ- બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ વિતેલા અઠવાડિયે યોજાયેલી સંયુક્ત બેઠકમાં સર્વસંમતિથી એક ખઆસ નિર્ણય જારી કર્યો છે જે અઁતર્ગત  બંધારણમાં તાત્કાલિક સુધારો કરવો જોઈએ અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વયમર્યાદામાં વધારો કરવો જોઈએ. આ બેઠકમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

દેશના બંધારણમાં તાત્કાલિક સુધારો થવો જોઈએ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય જે હાલ 62 છે તેને  વધારીને 65 વર્ષ થવી  જોઈએ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિની ઉંમર વધારીને 67 વર્ષ કરવી જોઈએ,”ત્યારે હવે આ અંગેનો ઠરાવ પાસ કરવામાં આવ્યો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રસ્તાવની એક નકલ દેશના વડાપ્રધાન અને કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રીને મોકલવામાં આવશે જેથી આ પ્રસ્તાવ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.

આ સહીત સંયુક્ત બેઠકમાં વિવિધ કાયદાઓમાં સુધારો કરવા માટે સંસદને પ્રસ્તાવ આપવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો છે જેથી અનુભવી વકીલોને પણ વિવિધ કમિશન અને અન્ય ફોરમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી શકાય.

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે તમામ સ્ટેટ બાર કાઉન્સિલ, હાઈકોર્ટ બાર એસોસિએશન અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પદાધિકારીઓની સંયુક્ત બેઠક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય વધારવાના મુદ્દા પર ચર્ચા કરવા માટે યોજાઈ હતી. આ બેઠકમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.