Site icon Revoi.in

આજકાલ યૂવતીઓની પસંદ બન્યા છે બાર્ડો ટોપ, બ્રોડનેકના આ ટોપ આપે છે આકર્ષક લૂક

Social Share

સ્ત્રીઓ ફેશનની બાબતે હંમેશા સજાગ રહે છે, માર્કેટમાં ચાલી રહેલી ફેશન દરેક યુવતીઓથી લઈને મહીલાઓ અપનાવે છે, આજકાલ કોલેજ કરતી યુવતીઓમાં અને પાર્ટીમાં જતી સ્ત્રીઓમાં બાર્ડો ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે, આ ટોપ તમને આકર્ષક લૂકની સાથએ સાથે હોટ લૂક પણ આપે છે, નાની બાળકીઓના કપડામાં પમ આ બાર્બો ટોપની ફેશન ચાલી રહી છે.

નવા ફેશન-ટ્રેન્ડરૂપે આ બાર્ડો ટોપ જોવા મળે છે,જે આમ તો મૂળ ફેર્નચ સ્ટાઈલ છે , કહેવામાં આવી રહ્યું છે કે,એક ફ્રેન્ચ ઍક્ટ્રેસ બ્રિજિટ બાર્ડોએ પોતાના પર્સનલ ફેશન-ડિઝાઇનર પાસે બ્રોડ નેક વિ ઑફ-શોલ્ડર સ્ટાઇલનું ટોપ ડિઝાઈન કરાવ્યુંવહતું ત્યાર બાદ આ ટોપને બાર્બો નામ મળ્યું છે આજની ફેશન બની છે.

આ ફેશન હાલ ભારતમાં ઘણી પ્રચલિત થઈ રહી છે. બાર્ડો ટોપને આપણે ઓફ શોલ્ડર ટોપ તરીકે ઓળખીએ છે, જેમાં ગળાનો ભાગ બ્રોડ હોય છે, જેમાં ઈલાસ્ટિક ક્યારેક બ્રોડ ગળાને કમ્ફર્ટેબલ બનાવવા માટે નાખવામાં આવે છે, બન્ને શોલ્ડર સાઈડથી નેક થોડું થોડુ ખુલ્લુ જોવા મળે છે, જેને ઓફ શોલ્ડર તરીકે ઓળખાય છે.

બાર્ડોમાં નેકમાં અનેક અવનવી પટર્ન હોય છે, પેટર્ન જોવા નહીં મળે. જેમાં ખઆસ કરીને બોટ નેક, વી નેક, રાઉન્ડ નેક વધુ ચાલે છે,નેક લાઇનની આસપાસ તમે ઘણી પેટર્ન આપી શકો છો, આ સાથે જ આ પ્રકારના નેક ઉપ રોલઅપ પણ કરાવી શકો છો.

આ સાથે જ બાર્ડો ટોપ સ્ટ્રેચેબલ પણ હોય છે. એને હેન્ગિંગ કરવા માટે ટોપ સો ઇલેસ્ટિક અવા બેક ચેઇન નાખવામાં આવે છે. આ સાથે જડ તેને વધુ આકર્શક બનાવવા માટે શોલ્ડર પર નાની પટ્ટી પમ લગાવી શકાય છએ, આ તમામ ટોપ ખાસ કરીને જ્યોરજોટ, શીલ્ક અને કોટનમાં બનાવવામાં આવતા હોય છે.