રાજકોટઃ સૌરાષ્ટ્ર્રની અનેક ખાનગી લકઝરી બસ અને ટ્રકના ચાલકો દ્વારા બાયો ડીઝલનો આજે પણ બેરોકટોક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે ગુજરાતમાં બાયોડીઝલના ગેરકાયદેસર વેચાણ પર પોલીસ દ્વારા દરોડાની મોટાપાયે કાર્યવાહી કરવામાં આવતા હવે બાયોડીઝલ કેટલાંક ગ્રાહકોને મોકલવા માટે અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત અને અમદાવાદથી સૌરાષ્ટ્ર્રની અનેક ખાનગી ટ્રાવેલ્સની બસો નિયમિત રીતે ચાલે છે. ડીઝલનો ભાવ 100 રૂપિયાની નજીક પહોંચતા ટ્રાવેલ્સ ચાલકોને બસ ચલાવવાનો ખર્ચ વધી જતા આર્થિક ભારણ વધ્યુ હતું. જેથી બસના સંચાલકોએ બસના ભાડામાં 10 થી 20 ટકાનો વધારો પણ કર્યેા છે. પરંતુ, ડીઝલનો ભાવ જે રીતે વધી રહ્યો છે તે જોતા આર્થિક નુકશાન વધવાના ડરથી કેટલાંક ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોએ બાયો ડીઝલનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. રાજ્ય સરકારે બાયોડીઝલના વપરાશ પર પ્રતિબધં મુકતા બાયોડીઝલનું વેચાણ કરતા પપં બધં થવાની સાથે ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ કરતા તત્વોની સંખ્યા વધી ગઇ છે અમદાવાદમાં ટ્રાવેલ્સની એક સંચાલકની પુછપરછમાં વિગતો બહાર આવી હતી કે તેમના દ્વારા બસમાં બાયોડીઝલનો ઉપયોગ કરાતો હતો.
એટલું જ નહી અન્ય ટ્રાવેલ્સ કંપનીની બસમાં ડીઝલ આપવામાં આવતું હતું. હાલ ડીઝલનો ભાવ 100 રૂપિયાની નજીક છે અને બાયોડીઝલ અંદાજે 55થી 60 રૂપિયાના ભાવે પડે છે. એટલે સૌરાષ્ટ્ર્ર તરફ જતી અનેક બસ બાયો ડીઝલ પર ચલાવવામાં આવે છે. જો કે, બાયોડીઝલનો ઉપયોગ વોલ્વો , સ્કાનીયા કે નવી બસમાં નથી કરવામાં આવતો કારણ કે બાયોડીઝલના ઉપયોગથી એન્જીનનું આયુષ્ય ઓછુ થઇ જાય છે પરંતુ 10 વર્ષ કે તેથી જુની બસમાં કેટલાંક ટ્રાવેલ્સના સંચાલકો બાયોડીઝલનો ઉપયોગ કરી રહ્યા છે. બાયોડીઝલનું રીટેઇલ વેચાણ ગેરકાયદેસર છે અને ગૃહવિભાગની સુચના મુજબ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ બાયોડીઝલનું ઉત્પાદન કરતા એકમો તેમજ ભુતકાળમાં બાયોડીઝલના ગેરરકાયદેસર વેચાણમાં સંડોવાયેલા લોકો પર સતત નજર રાખી રહી છે. ગુજરાતમાં છેલ્લાં એક વર્ષમાં પોલીસ દ્વારા સમગ્ર 300થી વઘારે નાની મોટી રેડ કરીને લાખો લીટર બાયોડીઝલનો ગેરકાયદેસર જથ્થો જ કરાયો છે.