Site icon Revoi.in

35 વર્ષના અનુભવને આધારે કહું છું, ભાજપ 272 બેઠકો પણ નહીં જીતી શકેઃ યોગેન્દ્ર યાદવ

Social Share

રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે લોકસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. યોગેન્દ્ર યાદવે કહ્યું, ભાજપને 272 સીટો નથી મળી રહી. આ ચૂંટણીમાં ભાજપ 50થી વધુ બેઠકો ગુમાવે તેવું લાગી રહ્યું છે.

યોગેન્દ્ર યાદવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મારા 35 વર્ષના અનુભવના આધારે હું કહી રહ્યો છું કે બીજેપી ચોક્કસપણે 272 સીટો જીતવાની નથી. ભાજપને ઓછામાં ઓછી 50 બેઠકોનું નુકસાન જોવા મળી રહ્યું છે. યોગેન્દ્ર યાદવે આ દરમિયાન પ્રશાંત કિશોરના દાવાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

યોગેન્દ્ર યાદવે કહ્યું કે, મેં સામાન્ય રીતે જોયું છે કે પ્રશાંત કિશોર તેમના રાજકીય ઝોકને બાજુ પર રાખીને મૂલ્યાંકન કરે છે. મેં જોયું કે તેમણે કહ્યું છે કે મોદીજીની છબી ખરડાઈ છે. રામ મંદિર એ પ્રકારનો મુદ્દો નથી. તેઓ કહી રહ્યા છે કે ભાજપ સામે એક પ્રકારની એન્ટી ઇન્કમ્બન્સી છે. પરંતુ તેઓ જે કહી રહ્યા છે કે ભાજપની બેઠકોમાં વધારો થશે આ તાર્કિક લાગતું નથી.

યોગેન્દ્ર યાદવે કહ્યું, કોંગ્રેસ ઘણી જગ્યાએ નુકસાન પહોંચાડવામાં સક્ષમ નથી. બંગાળમાં બીજેપી અને ટીએમસી વચ્ચે સીધો મુકાબલો જે એક જગ્યાએ નુકસાન પહોંચાડી રહ્યો છે તે છે. હું તેને અહીં ડ્રો ગણું છું. ઓડિશામાં ભાજપનું પ્રદર્શન સારુ રહેશે. તેમણે દાવો કર્યો કે NDA બિહારમાં ઓછામાં ઓછી 15 બેઠકો ગુમાવી રહી છે.

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે મંગળવારે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે કેન્દ્રમાં મોદી સરકાર સામે ન તો કોઈ નોંધપાત્ર અસંતોષ છે કે ન તો કોઈ મજબૂત વિકલ્પ છે. પીકેએ કહ્યું હતું કે, મોદીના નેતૃત્વમાં એનડીએ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. તેમણે કહ્યું કે, આ વખતે ભાજપ 2019ની 303 સીટોની નજીક કે તેનાથી વધુ સીટો જીતી શકે છે.