પાકિસ્તાનમાં ઠાર મરાયેલા બશીર કાશ્મીરમાં યુવાનોને આતંકી તાલિમ આપવાની સાથે હથિયારો સપ્લાય કરતો હતો
નવી દિલ્હીઃ આતંકવાદીઓ માટે સુરક્ષિત મનાતા પાકિસ્તાનમાં હિજબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર બશીર અહમદ પીર ઉપર અજાણ્યા શખ્સોએ સરાજાહેર ગોળીમારીને તેની હત્યા કરી હતી. આતંકવાદી બશીલ અહમદ પીર હિજબુલ, લશ્કર જેવા આતંકી સંગઠનોને આગળ વધારવા માટે પૂર્વ આતંકવાદીઓને ભેગા કરવાની કામગીરી કરતો હતો. એટલું જ નહીં, જમ્મુ-કાશ્મીરમાં બશીરે યુવાનોને આતંકવાદી તાલિમ આપી ચુક્યો હતો. લેપા સેક્ટરમાં લાંબા સમય સુધી સક્રિય રહેલો બશીર પીઓકેમાં આતંકી શિબીરો અને લોન્ચ પેડ્સનું સમન્વય કરતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનના રાવલપિંડીમાં બશીર અહમદ પીરની ગોળીમારીને હત્યા કરાઈ હતી. હુમલાખોરોએ બશીરને એક દુકાન પાસે ગોળીથી વિંધી નાખ્યો હતો. ગત વર્ષે 4 ઓક્ટોબરના રોજ આતંકવાદી ગતિવિધીઓમાં જોડાયેલો હોવાથી આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં હાજી, પીર અને ઈમ્તિયાઝના કોડ નામથી આતંકવાદી ઘટનાઓને અંજામ આપતો હતો. બશીર ઘણા લાંબા સમયથી રાવલપીંડિમાં આશરો લઈ રહ્યો હતો. પાકિસ્તાને તેને પોતાના દેશની નાગરિકતા આપી હતી. બશીરની હત્યા બાદ હિજબુલ મુઝાહિદ્દીના ચીફ સૈયદ સલાહુદ્દીને જનાજા બાદ નમાઝ અદા કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં યુવાનોને બશીરે આતંકવાદી તાલિમ આપી ચુક્યો છે.
પાકિસ્તાનની રાવલપીંડીમાં આતંકવાદી બશીરની સરાજાહેર ગોળી મારવાની ઘટનાને પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. બશીરની હત્યા કોણે અને કેમ હત્યા કરી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે.