તુલસીના બીજને સારા સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગ કરી શકાય છે,આ રીતે
તુલસીને આપણા ધર્મમાં પહેલેથી જ પવિત્ર રીતે જોવામાં આવે છે, તેની અમુલ્ય રીતે પૂજા પણ કરવામાં આવે છે. આવામાં જો વાત કરવામાં આવે તુલસીના બીજની તો તેના પણ અનેક ફાયદા છે અને મહત્વનો ફાયદો એ છે કે તેનો ઉપયોગ સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે પણ થઈ શકે છે.
જાણકારોના કહેવા પ્રમાણે તુલસીના બીજને ઉકાળામાં મિક્સ કરીને પણ તેનુ સેવન કરી શકો છો. આ ઉકાળો શરદી અને ઉધરસથી ઝડપથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તે ફેફસામાં એકઠા થયેલા કફને બહાર કાઢવામાં મદદ કરે છે. આ ઉપરાંત તુલસીના બીજમાં ફાઈબર અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. આ બીજનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. તમને ભૂખ ઓછી લાગશે. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે તુલસીના બીજને ચામાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.
તુલસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તે પાચનને લગતી ઘણી સમસ્યાઓથી બચાવે છે. તે કબજિયાત, અપચો અને ઝાડાને રોકવાનું કામ કરે છે. તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે તુલસીના બીજનું સેવન કરી શકો છો.