વરસાદમાં બીમારીઓ, ઈન્ફેક્શનનો ખતરો વધારે રહે છે. આ મોસમમાં ત્વચા સાથે જોડાયેલ સમસ્યાઓ પણ થાય છે. પરસેવાથી જલન, ખંજવાળ જેવી સમસ્યાઓ થાય છે. એવામાં જો તમે નહાવાના પાણીમાં લીમડાના પાન નાખો તો આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
લીમડાના પત્તા વાળા પાણીથી નહાવાની રીત
સૌ-પ્રથમ લીમડાના લીલા પત્તા લઈ ત્યા સુધી પાણીમાં ઉકાળો, જ્યા સુધી પત્તાનો રંગ તરી ના જાય અને પાણી લીલું ના દેખાવા લાગે. પછી, તેને ગાળી લો અને નહાવાના પાણી સાથે મિલાવો. અઠવાડિયામાં બે-ત્રણ વાર આવી રીતે કરો. તમે ઈચ્છો તો લીમડાની સાથે એલોવેરા અને તુલસીના પાનને પણ ઉકાળી શકો છો.
લીમડાના પાણીથી નહાવાના 5 ફાયદા
• ખીલ દૂર થશે
લીમડાના પાણીથી સ્નાન કરવાથી ખીલની સમસ્યા દૂર થાય છે અને ચહેરા પર ચમક પણ આવે છે. જો ફોલ્લીઓ અને ડાઘ તમને પરેશાન કરતા હોય તો લીમડાના પાણીથી ચહેરો ધોઈ લો. કુદરતી ચમક હશે અને તાજી દેખાશે.
• ડેંન્ડ્રફ અને જૂ થી છુટકારો
જો તમે ડેન્ડ્રફ કે શુષ્ક વાળ કે જૂથી પરેશાન છો તો લીમડાના પાણીથી સ્નાન કરવાથી ફાયદો થઈ શકે છે. તેનાથી નિર્જીવ વાળમાં જીવન અને ચમક આવે છે. લીમડાના પાણીથી વાળ ધોતી વખતે શેમ્પૂ કરવાની જરૂર નથી. તેનાથી જૂની સમસ્યામાંથી પણ રાહત મળી શકે છે.
• આંખો માટે ફાયદાકારક
આંખમાં ઈન્ફેક્શન હોય તો લીમડાના પાણીથી સમસ્યા દૂર કરી શકાય છે. લીમડાના પાણીમાં નહાવાથી અને આંખો ધોવાથી ઈન્ફેક્શન, નેત્રસ્તર દાહ એટલે કે આંખોમાં લાલાશ, આંખોમાં સોજો જેવી સમસ્યાઓ મટે છે.
• પરસેવાની બદબૂ પણ દૂર થશે
ગરમ અને ભેજવાળા મોસમમાં, પરસેવાની દુર્ગંધ ઘણીવાર સમસ્યાઓ ઊભી કરે છે. આનું કારણ શરીરમાં બેક્ટેરિયાનું ઉત્પાદન છે. આવી સ્થિતિમાં લીમડાના પાનથી સ્નાન કરવાથી ફાયદો થઈ શકે છે. આમ કરવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે.