નવી દિલ્હીઃ શ્રીલંકાના ગેલ સ્પિનર વાનિંદુ હસરંગાએ દુનિયાના નંબર-1 ટી-20 બોલર બની ગયો છે. તેણે હાલ ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધારે 15 વિકગેટ લીધી છે. આ શાનદાર પ્રદર્શનને પગલે આઈસીસી રેટિંગમાં વધારો થયો છે. ગત વર્ષે ટી-20 વર્લ્ડકપ બાદ હસરંગા નંબર-1 બોલર બન્યો હતો. બેસ્ટમેનની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવ ટોપ ઉપર જ છે.
શ્રીલંકાના બોલર હસરંગાએ અંતિમ મેચમાં ઈગ્લેન્ડની વિરુદ્ધ 23 રન આપીને બે વિકેટ લીધી હતી. તેણે સમગ્ર ટૂર્નામેન્ટમાં 15 વિકેટ લીધી છે. જો કે, ઈંગ્લેન્ડ સામેની મેચ શ્રીલંકાની વર્લ્ડકપની અંતિમ મેચ હતી. હસરંગાએ પ્રથમ સ્થાન હાંસલ કરીને અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનને પાછળ ધકેલી દીધો હતો.
સૂર્યકુમાર યાદવની વાત કરીએ તો તેણે ટી-20 વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 225 રન બનાવ્યાં છે. તેણે બાંગ્લાદેશ સામેની મેચમાં 30 રન બનાવ્યાં હતા. જ્યારે ઝીમ્બાબ્વે સામેની મેચમાં માત્ર 25 બોલ ઉપર વિસ્ફોટક બેટીંગ કરીને અણનમ 61 રન બનાવ્યાં હતા. તેને છ અંકનો ફાયદો થયો છે. સૂર્યકુમાર હવે 869 રેટિંગ સાથે પ્રથમક્રમે છે. જ્યારે બીજા નંબર ઉપર પાકિસ્તાનના બેસ્ટમેન રિઝવાનનો સમાવેશ થાય છે. જ્યારે ત્રીજા ક્રમે ન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે અને ચોથા ક્રમે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમનો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયામાં હાલ રમાય રહેલી ટી-20 વર્લ્ડકપમાં ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ સેમિફાઈનમાં પહોંચી હતી. ગ્રુપ-એમાં ન્યૂઝીલેન્ડ પ્રથમ ક્રમે અને ઈંગ્લેન્ડની ટીમ બીજા નંબર હતી. જ્યારે ગ્રુપ-બીમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ક્રમે અને પાકિસ્તાનની ટીમ બીજા ક્રમે હતી.