Site icon Revoi.in

ગુજરાતમાં બીબીએ અને બીસીએના કાર્ષને AICTEની મંજુરી મળી હશે તો જ પ્રવેશ આપી શકાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં ચાલતા બીબીએ અને બીસીએના અભ્યાસક્રમોની AICTE કાઉન્સિલની મંજુરી લેવી ફરજિયાત છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા કોલેજોને જાણ કરવામાં આવી રહી છે, AICTEની મંજુરી નહીં હોય તો કોલેજો વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહી.  આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ તાજેતરમાં જ એક પરિપત્ર કરી સંબંધિત કોલેજને સૂચના આપી છે. કે, બીબીએ, બી.સી.એ. અને બી.ડિઝાઈન અભ્યાસક્રમમાં AICTE દ્વારા વર્ષ 2024-25 માટે એપ્રૂવલ મુજબની ઇન્ટેક ધ્યાને લેવાની રહેશે. જે કોલેજમાં હાલ બીબીએ, બી.સી.એ. અને બી.ડિઝાઈન અભ્યાસક્રમમાં AICTE દ્વારા વર્ષ 2024-25 માટે એપ્રૂવલ મળી નથી તેઓએ કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા નહિ અન્યથા તેની સઘળી જવાબદારી કોલેજની રહેશે.

ગુજરાતમાં વિવિધ યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં ચાલતા બીબીએ અને બીસીએ તેમજ બી ડિઝાઈનના અભ્યાસક્રમોમાં ઈજનેરી કોલેજોની જેમ જ આ વર્ષથી ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)ની મંજુરી લેવી ફરજિયાત છે. એકબાજુ યુનિવર્સિટીએ પરિપત્ર તો કર્યો કે AICTEની મંજૂરીવાળી જ કોલેજએ પ્રવેશ આપવાના રહેશે પરંતુ વિદ્યાર્થી જ્યારે કોઈ કોલેજમાં એડમિશન લેવા જાય ત્યારે તેને કેવી રીતે ખબર પડે કે જે-તે કોલેજ પાસે AICTEની મંજૂરી છે કે કેમ? યુનિવર્સિટીએ આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી કે, યુનિવર્સિટીઓએ જેટલી AICTE એપ્રૂવ્ડ કોલેજ છે તેનું લિસ્ટ વેબસાઈટ ઉપર મુકવું જોઈએ.

યુનિવર્સિટીના સૂત્રોના કહેવા મુજબ  GCAS પોર્ટલ મારફત થયેલા રજિસ્ટ્રેશન મુજબ સ્વનિર્ભર અભ્યાસક્રમોમાં નિયત સંખ્યા ઉપરાંત વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે નહિ. નિયત થયેલ ડિવિઝન / બેચની મહત્તમ સંખ્યા/ઇન્ટેકથી વધુ પ્રવેશ આપનાર કોલેજના એનરોલમેન્ટ / એનલિસ્ટમેન્ટ સ્વીકારવામાં આવશે નહિ. મંજૂર થયેલ નિયત ઇન્ટેકથી વધુ સંખ્યામાં વિદ્યાર્થી પ્રવેશ આપવામાં આવશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી આચાર્યની રહેશે. બીબીએ, બી.સી.એ. અને બી.ડિઝાઈન અભ્યાસક્રમમાં AICTE દ્વારા વર્ષ 2024-25 માટે એપ્રૂવલ મુજબની ઇન્ટેક ધ્યાને લેવાની રહેશે. જે કોલેજમાં હાલ બીબીએ, બી.સી.એ. અને બી.ડિઝાઈન અભ્યાસક્રમમાં AICTE દ્વારા વર્ષ 2024-25 માટે એપ્રૂવલ મળી નથી તેઓએ કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા નહિ અન્યથા તેની સઘળી જવાબદારી કોલેજની રહેશે. યુનિવર્સિટીએ પરિપત્ર કોલેજોને કર્યો પરંતુ વિદ્યાર્થી AICTEની મંજૂરીવાળી કોલેજની પસંદગી કેવી રીતે કરી શકે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી.