દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ચાલતા BBA, BCA કોર્ષના નામ બદલીને BSBA અને BSCA કરાયાં
સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવી એજ્યુકેશન પોલિસી અને UGCની ગાઈડલાઈન મુજબ BBA અને BCAના ચાર વર્ષના નવા અભ્યાસક્રમને BSBA અને BSCA તરીકેના નામમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં મળેલી યુનિની એકેડમિક કાઉન્સિલની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
દેશમાં નવી એજ્યુકેશન પોલિસી અને UGCની ગાઈડલાઈન મુજબ તમામ યુનિવર્સિટીઓ દ્વારા મહત્તમ અભ્યાસક્રમોને સાયન્સ સાથે સાંકળી લેવાશે. જે અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મળેલી એકેડમિક કાઉન્સિલની બેઠકમાં કોમર્સ ફેકલ્ટીના BBA અને BCAના અભ્યાસક્રમમાં ધરખમ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી BBAના અભ્યાસક્રમના નામમાં ફેરફાર કરી BSBA એટલે કે બેચરલ ઓફ સાયન્સ ઈન બિઝનેસ એડમિનીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જ્યારે BCAના અભ્યાસક્રમના નામમાં પણ ફેરફાર કરીને બેચરલ ઓફ સાયન્સ ઈન કોમ્પ્યુટર એપ્લિકેશન તરીકે ઓળખ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અભ્યાસક્રમો ચાર વર્ષના રહેશે. સિલેબર્સમાં પણ ફેરફાર કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ નીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધરાવતી તમામ કોલેજો ઉપરાંત નવું જોડાણ મેળવવા ઇચ્છતી સંસ્થાઓએ વન ટાઈમ પ્રોસેસિંગ ફી પેટે ડિવીઝન દીઠ રૂ. 5 હજારની એફીલેશન ફી ભરી નવું જોડાણ મેળવવું પડશે. જેમાં કોલેજોએ અભ્યાસક્રમનાં માળખામાં તમામ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર, પરીક્ષાનું માળખું, અધ્યાપકોની જરૂરિયાત તેમજ અન્ય તમામ લાગુ પડતી સુવિધાઓ ઉભી કરવાની રહેશે. તેના આધારે BBA અને BCAના નવા નામ સાથેના અભ્યાસક્રમને મંજૂરી અપાશે. ઉપરાંત BBA અને BCAની કોલેજોએ કાઉન્સિલની મંજુરી પણ મેળવવી પડશે