ભારતીય ક્રિકેટમાં ભ્રષ્ટાચારને રોકવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એન્ટી કરપ્શન યુનિટના પ્રમુખ એવા અજિત સિંહ શેખાવતે મંગળવારે સટ્ટા જેવા બિનકાયદેસર એક પ્રકારના જુગારને કાયદેસર કરવા માટેનો વિચાર કરવાની નસીહત આપી હતી.આ ઉપરાંત મેચ ફિક્સિંગ માટે એક અલગ કાનૂન ઘડવાની સલાહ આપી છે
અજિત શેખાવત જે ગયા વર્ષેના એપ્રિલ મહિનામાં આ યુનિટના પ્રમુખ બન્યા હતા.ત્યારે આ તેમની સલાહ ત્યારે સામે આવી છે કે જ્યારે 12 નેશનલ અને ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ સાથે બુકીઓએ સંપર્ક કર્યો હોવાની વાત બહાર પડી છે,તો બીજી તરફ પહેલી વાર કોઈ ભારતીય મહિલા ક્રિકેટરે ફિક્સિંગની ફરિયાદ કરી છે
ફિક્સિંગ રોકવાની બાબત પર જ્યારે અજિત શેખાવતને પૂછવામાં આવ્યું તો તેમણે તેમના જવાબમાં જણાવ્યું હતું કે, એવું કઈ નથી કે જેને રોકી નથી શકાતું.પરતું આપણે તેની સામે કાયદો બનાવવો જોઈએ.તેની સામે બનતા કાનૂન સાથે પોલીસની ભૂમિકા પણ સાફ વર્તાશે.
આ વિશે વાત કરતા તેમણે વધુંમાં જણાવ્યું હતું કે,વિતેલા વર્ષે ભારતીય લો કમિશને મેચ ફિક્સિંગને ગુનો ગણવાનાચુચનો કર્યા હતો. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પણ તેને ગુનો ગણવામાં આવે છે. જો તેને કાયદેસર કરવામાં આવે તો ભ્રષ્ટાચારને રોકી શકાય.અમુક પ્રકરના ચોક્કસ કાયદા ધડવામાં આવે જેના કારણે બધું નિયંત્રણમાં લાવી શકાય અને તેના માધ્યમથી સરકારને ટેક્સના રુપમાં એક રકમ મળી શકે છે.આ ત્યારે આ પેહલા પણ ઘણા લોકોએ મેચ ફિક્સિંગને લીગલ કરવાની વાર કરી હતી, જો કે આપણા દેશમાં આજે પણ તે એક ગુનો ગણવામાં આવે છે છતા પણ મોટા પાયે આ ગુનાઓ થતા જ રહેતા હોય છે.