Site icon Revoi.in

કોરોના સામેની લડાઇમાં BCCI પણ મેદાનમાં, 2000 ઓક્સિજન કંસટ્રેટર્સ આપવાની જાહેરાત કરી

Social Share

મુંબઈ : ભારતીય ક્રિકેટ બોર્ડે કોરોના વાયરસ સામે લડતા લોકોને મદદ કરવા માટે ઓક્સિજન કંસટ્રેટર્સ આપવાની જાહેરાત કરી છે. બીસીસીઆઈ તરફથી 2000 કંસટ્રેટર્સ આપવામાં આવશે. આ ઉપકરણો આગામી કેટલાક મહિનામાં આખા ભારતમાં વિતરણ કરવામાં આવશે. બોર્ડે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે એવી અપેક્ષા છે કે તે જરૂરી તબીબી સહાય અને જરૂરીયાતમંદ દર્દીઓને મદદ કરશે. તેમજ મહામારીને કારણે થતી મુશ્કેલી પણ ઓછી થશે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે ઘણું નુકસાન થયું છે.

બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ વિશે જણાવ્યું હતું કે, આ સમયે મેડીકલ અને સ્વાસ્થ્ય સેવાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ આગળ આવીને લડ્યા છે અને લોકોને બચાવવા માટે બધું જ કર્યું છે. ભારતીય બોર્ડ હંમેશા આરોગ્ય અને સલામતી પર ધ્યાન આપે છે અને તે માટે પ્રતિબદ્ધ છે. ઓક્સિજન કંસટ્રેટર્સથી પ્રભાવિત લોકોને રાહત મળશે અને તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જશે.

ભારતીય ક્રિકેટના હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પણ કોવિડ -19 મહામારી સાથે લડતા લોકોને મદદ કરી રહ્યા છે. તેઓ પણ ઓક્સિજન કંસટ્રેટર્સ મોકલી રહ્યા છે. ભારત તરફથી વનડે અને ટી 20 રમનાર મોટાભાઈ કૃણાલે સોમવારે ટ્વિટર દ્વારા આ માહિતી શેર કરી હતી.