BCCI દ્રારા મહિલા પ્રીમિયર લીગનું શેડ્યૂઅલ જાહેર કરાયું- 4 માર્ચથી શરુ થશે આ ટૂર્નામેન્ટ
- મહિલા પ્રીમિયર લીગનું શેડ્યૂએલ જાહેર
- 4 માર્ચથી શરુ થશે આ ટૂર્નામેન્ટ
દિલ્હીઃ ક્રિકેટ પ્રેમીઓ આતપરતાથી ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યા હોય છે ત્યારે આ વખતે તો મહિલા ખેલાડીઓ ની આપીએલ પણ શરુ થવાની છે ત્યારે હવે મુંબઈમાં વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી બાદ તેનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ વિતેલા દિવસને મંગળવારે આ લીગના શેડ્યૂલની જાહેરાત કરી હતી. વુમન્સ પ્રીમિયર લીગની ઉદ્ઘાટન આવૃત્તિમાં કુલ પાંચ ટીમો લડત આપતી જોવા મળશે આ ટૂર્નામેન્ટ 4 માર્ચથી શરૂ થશે અને 26 માર્ચ સુધી રમાશે.
🚨 NEWS 🚨: BCCI announces schedule for Women’s Premier League 2023. #WPL
More Details 🔽https://t.co/n92qVFwu1x
— Women's Premier League (WPL) (@wplt20) February 14, 2023
મહિલા વર્લ્ડ કપ 2023માં કુલ પાંચ ટીમો 23 મેચ રમશે. આ દરેક મેચ મુંબઈના બે સ્ટેડિયમ – ડીવાય પાટિલ અને બ્રેબોર્નમાં રમાડવામાં આવનાર છે. જેમાં 20 લીગ, 2 પ્લે ઓફ અને ફાઈનલ નો સમાવેશ થાય છે.
શેડ્યૂલ મુજબ પ્રથમ સિઝનમાં ચાર ડબલ ડેકર મેચો રમાશે. પ્રથમ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે જ્યારે બીજી મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈ દ્રારા આ વર્ષે પ્રથમ વખત જ મહિલા પ્રીમિયર લીગનું આયોજન કર્યું છે.લીગ તબક્કાની છેલ્લી મેચ દિલ્હી અને યુપી બાદ બ્રેબોર્નમાં રમાશે. જ્યારે, એકમાત્ર એલિમિનેટર ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 24 માર્ચે રમાશે અને ફાઇનલ 26 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.