Site icon Revoi.in

BCCI : પુરૂષ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ મંગાવાઈ

Social Share

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પુરુષોની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી હતી, જેનો કાર્યકાળ આ વર્ષે 1 જુલાઈથી શરૂ થશે અને 31 ડિસેમ્બર 2027ના રોજ, સમાપ્ત થશે. વન ડે વર્લ્ડ કપનું આયોજન 2027માં જ થવાનું છે.

ગયા વર્ષે નવેમ્બરમાં ફાઇનલમાં પહોંચ્યા બાદ ભારત ઘરની ધરતી પર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ જીતી શક્યું ન હતું. વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડને આ વર્ષે જૂન સુધી, એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં 1 થી 29 જૂન દરમિયાન આઈસીસી ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 27મી મેના રોજ સાંજે 6 વાગ્યા સુધી રહેશે.

“બીસીસીઆઈએ સિનિયર મેન્સ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી હતી. આ પદ માટે અરજીઓ 27 મે, 2024 ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં સબમિટ કરવી જોઈએ.” એમ બીસીસીઆઈના એક નિવેદનમાં જણાવાયું છે. પસંદગી પ્રક્રિયામાં અરજીઓની સંપૂર્ણ સમીક્ષા સામેલ હશે, ત્યારબાદ વ્યક્તિગત ઇન્ટરવ્યુ અને શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોનું મૂલ્યાંકન થશે.

1- ઓછામાં ઓછી 30 ટેસ્ટ મેચો અથવા 50 વન ડે મેચ રમી હોય અથવા ઓછામાં ઓછા 2 વર્ષના સમયગાળા માટે સંપૂર્ણ સભ્ય ટેસ્ટ રમતા રાષ્ટ્રના મુખ્ય કોચ રહ્યા હોય;

2- ઓછામાં ઓછા 3 વર્ષના સમયગાળા માટે એસોસિયેટ સભ્ય/ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટીમ અથવા સમકક્ષ આંતરરાષ્ટ્રીય લીગ/ફર્સ્ટ ક્લાસ ટીમ/અથવા રાષ્ટ્રીય એ ટીમના મુખ્ય કોચ હોવા જોઈએ.

3- તેની પાસે બીસીસીઆઈ લેવલ 3 પ્રમાણપત્ર અથવા સમકક્ષ હોવું આવશ્યક છે; અને ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.