Site icon Revoi.in

ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર: હવે આઈપીએલમાં વધુ 2 નવી ટીમો જોવા મળશે

Social Share

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ના ફેંસ માટે મોટા સમાચાર છે. હવે આઈપીએલમાં વધુ 2 નવી ટીમો જોવા મળશે. બીસીસીઆઈએ અમદાવાદમાં યોજાયેલી વધુ 2 નવી ટીમોને મંજૂરી આપી દીધી છે. બીસીસીઆઈએ નિર્ણય લીધો છે કે, વર્ષ 2022થી આઈપીએલ 10 ટીમોની ટૂર્નામેન્ટ બનશે.

આઈપીએલમાં હાલમાં 8 ટીમો ભાગ લે છે. પહેલા એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે, આઈપીએલ 2021થી ફક્ત 2 ટીમો વધારી શકાશે, પરંતુ આ વર્ષે મેગા ઓક્શન પણ થવાની છે, જેના કારણે આઈપીએલ 2022માં 10 ટીમો રમશે.

આઈપીએલની 2 નવી ટીમોના માલિક કોણ હશે તે પ્રશ્ન દરેક માટે રસપ્રદ છે. સમાચારો મુજબ આઈપીએલ ટીમને ખરીદવાની રેસમાં અદાણી ગ્રુપ અને સંજીવ ગોયનકા આગળ રહી શકે છે. આઈપીએલમાં એક ટીમ અમદાવાદની હોઈ શકે છે, જેને અદાણી ગ્રૂપે પહેલેથી જ ખરીદી શકે છે. હવે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે.

વર્ષ 2022માં જ્યારે 10 ટીમો આઈપીએલમાં રમતી જોવા મળશે, ત્યારે તેના ફોર્મેટમાં પણ બદલાવ થઇ શકે છે. હાલમાં આઈપીએલ રાઉન્ડ રોબિન અંદાજમાં રમાય છે, જેમાં દરેક ટીમ 2-2 વખત એકબીજા સાથે સ્પર્ધા કરે છે અને 4 ટીમો સૌથી વધુ પોઇન્ટ સાથે ક્વોલિફાયર રમે છે. પરંતુ 10 ટીમો સાથે ફોર્મેટ અલગ હોવાની સંભાવના છે. જેમાં ટીમોને બે જૂથમાં વહેંચવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે,આ અંગે કોઈ પુષ્ટિ મળી નથી.

અમદાવાદમાં યોજાયેલા બીસીસીઆઈ એજીએમમાંથી વધુ બે મોટા સમાચાર સામે આવ્યા હતા.સૂત્રોના જણાવ્યા મુજબ, કોરોના મહામારીને કારણે મર્યાદિત ઘરેલુ સત્ર માટે તમામ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોને યોગ્ય રીતે વળતર અપાશે

આ સાથે જો સૂત્રોનું માનવામાં આવે તો,આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના કેટલાક સ્પષ્ટતા પછી બીસીસીઆઈ 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટને સમાવિષ્ટ કરવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની કવાયતનું સમર્થન કરશે.

-દેવાંશી